અમદાવાદ

લગ્નમાં આડેધડ ખર્ચા કરતા સૌને આહિર સમાજે ચિંધ્યો રાહઃ પ્રી વેડિંગ, દાંડિયા રાસ, ડીજે પર પ્રતિબંધ

અમદાવાદઃ લોકો તેમના લગ્નને યાદગાર બનાવવા માટે તોતિંગ ખર્ચો કરે છે. ઘણી વખત આર્થિક ક્ષમતા ન હોય તો પણ લોકો જંગી ખર્ચ કરીને દેવાના ડુંગર તળે દબાઈ જાય છે. આ દરમિયાન ગુજરાતમાં આહિર સમાજ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. લગ્નમાં પ્રી વેડિંગ, દાંડિયા રાસ, ડીજે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

પ્રાથરિયા આહિર સમાજે જે કેટલાક નિર્ણયો લીધા છે તેમાં અમુક પ્રકારના દાગીના પહેરવા પર પ્રતિબંધ મુક્યો છે. સગાઇમાં દાગીનાની લેતી-દેતી પર પ્રતિબંધ, દાંડિયા રાસ પર પ્રતિબંધ, ભોજન સમારંભમાં 6થી વધુ વસ્તુઓ પર પ્રતિબંધ મુક્યો છે. ઉપરાંત ફરજિયાત લગ્ન નોંધણી કરાવવાનો નિયમ પણ બનાવ્યો છે. જો કોઇ આ નિર્ણયોનું ઉલ્લંઘન કરે તો તેને 5.51 લાખ રૂપિયાનો દંડ કરાશે.

આપણ વાંચો: “ઠાકોર સમાજનું અપમાન” ગુજરાત વિધાનસભામાં કલાકારોને આમંત્રણ પર વિક્રમ ઠાકોરે ઉઠાવ્યા સવાલ

કયા પ્રતિબંધો મુક્યા

4 તોલાથી વધુના દાગીના આપવા પર પ્રતિબંધ
કાનની સોનાની વસ્તુ, પગની ચાંદીની વસ્તુ જ આપી શકાશે
હાથની ચૂડ, હાથનો પંજો, ઝરમર પહેરવા પર પ્રતિબંધ
પ્રી વેડિંગ શૂટ અને હલ્દી સેરેમની, ડીજે પર પ્રતિબંધ
લગ્નમાં દાંડિયા રાસ પર પ્રતિબંધ
લગ્નમાં ફેરા દરમિયાન પારંપરિક પોશાક જ પહેરવો પડશે
ભોજનમાં છાશ, પાપડ, દાળ-ભાતને છોડીને માત્ર 6 વસ્તુઓ જ રાખી શકાશે
લગ્ન નોંધણી ફરજિયાત કરાવવી પડશે

સૂત્રોના કહેવા પ્રમાણે, આ સમાજમાં લગ્ન માટે 25 થી 50 લાખના દાગીના આપવામાં આવે છે. તેમાં હાથની ચૂડ, પંજા, ઝરમરનો સમાવેશ થાય છે. આ દાગીના ખૂબ મોંઘા હોય છે, હાલ સોનાનો ભાવ એક લાખ જેટલો છે ત્યારે દાગીનાઓ ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આપણ વાંચો: ક્ષત્રિય સમાજનો ઈતિહાસ ને ગૌરવ પૂર્ણને રીતરિવાજ અદ્ભુત હોય છે

આ ઉપરાંત દીકારાનું સગપણ કરવું હોય તો દીકરાવાળા દીકરીને આહિરની ઓળખ સમાન 4 તોલાનું રામરામી આપી શકશે. તેમજ મંગળસૂત્ર પણ 4 તોલાનું હોવું જોઈએ.

કાનની સોનાની વસ્તુ અને પગની ચાંદીની વસ્તુ જ આપી શકશે. જો આ ચાર દાગીના સિવાય વધારે દાગીના આપશે તો તેની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં અમે 1 લાખથી લઇને 5 લાખ કરતાં વધુનો દંડ ફટકારવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button