અમદાવાદ

પ્રિ-વેડિંગ શૂટિંગ દરમિયાન દુર્ઘટનાઃ વેરાવળના આદરી બીચ પર યુવતી તણાઈ

અમદાવાદઃ લગ્ન પહેલાની ક્ષણો યાદગાર બનાવવા આવેલા યુવક-યુવતીનાં પરિવારો માટે ખૂબ જ દુઃખદ કહી શકાય તેવી ઘટના ગુજરાતના વેરાવળ ખાતે ઘટી હતી. અહીંના આદરી બીચ પર પ્રિ-વેડિગ શૂટિંગ માટે પાંચ જણ આવ્યા હતા.

શૂટિગં કરતા સમયે દરિયાના મોજામાં તેઓ તણાઈ ગયા હતા. પાંચેયને તણાતા જોઈ રાહત અને બચાવકાર્યની ટીમે તેમને બચાવવા તો ઉતરી હતી, પરંતુ ચાર યુવક બચી ગયા છે, જ્યારે યુવતી આ લખયા છે ત્યાં સુધી લાપત્તા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવતી તેની પિતરાઈ બહેનના લગ્ન પ્રસંગે આવી હતી.

આપણ વાચો: છઠ પૂજા કરવા ગયેલા બે યુવક નદીમાં તણાઈ ગણા

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર આ લોકો વેરાવળ આસપાસ જ રહેતા હતા અને અહીં શૂટિંગ માટે આવ્યા હતાં. તેઓ સમુદ્રમાં જ શૂટિંગ કરી રહ્યા હતા અને અચાનક ઊંચા મોજા આવતા પાંચેય જણ તણાયા હતા.

ઘટનાની જાણ વેરાવળ ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની ટીમને થતા તેઓ ત્વરિત આવ્યા હતા અને ચાર યુવકોને બહાર ખેંચી બચાવી લીધા હતા, પરંતુ યુવતી મળી શકી ન હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

યુવતીનું નામ જ્યોતિ હરસુખભાઈ પરમાર હોવાનું બહાર આવ્યું છે. યુવતી મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની વતની છે અને સંબંધીના લગ્ન પ્રસંગે પ્રિ-વેડિંગ શૂટિંગ માટે આવી હતી.

સંબંધિત લેખો

Back to top button