ગુજરાતમાં સિઝનનો 85 ટકા વરસાદ: ભાવનગર, સુરત વધુ પ્રભાવિત, 101 ડેમ હાઈએલર્ટ | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાતમાં સિઝનનો 85 ટકા વરસાદ: ભાવનગર, સુરત વધુ પ્રભાવિત, 101 ડેમ હાઈએલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે એકંદરે સિઝનનો મહત્તમ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીના વરસાદના આંકડાઓ પ્રમાણે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 190 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ વિગતો પ્રમાણે છોટાઉદેપુર, દાહોદ, તાપી અને જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં 50થી 80 મીમી વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 85.73 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

આંકડાની વાત કરવામાં આવે તો કચ્છમાં સરેરાશ 85.14 ટકા, ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે 89.16 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 89.10 ટકા વરસાદ આ સિઝનમાં નોંધાયો છે. વરસાદના કારણે 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 79.18 ટકાએ પહોંચી ગયું છે. 77 જળાશયો છલોછલ ભરાયા છે, જ્યારે 68 જળાશયો 70 ટકાથી 100 ટકા ભરાયા છે. 25 જળાશળોમાં 50 ટકાથી 70 ટકા અને 36 જળાશળોમાં 50 ટકાથી ઓછું પાણી ભરાયું છે. અત્યારે 101 જળાશળ હાઈએલર્ટ પર, 29 એલર્ટ પર અને 15 જળાશળો વોર્નીગ પર છે.

ભાવનગર અને સુરત જિલ્લો સૌથી વધારે પ્રભાવિત

રાજ્યમાં વરસાદના કારણે તારીખ 1લી જૂન, 2025થી અત્યાર સુધીમાં 5,311નું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 1005 લોકોનું રેક્સ્યુ કરવામાં આવ્યું છે. આ સિઝનમાં પડેલા વરસાદના કારણે ભાવનગર અને સુરત જિલ્લો સૌથી વધારે પ્રભાવિત થયો છે. હજી પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હોવાથી તારીખ 28મી ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

આવતી કાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

29મી ઓગસ્ટે મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે 30મી ઓગસ્ટે ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ પણ વાંચો…ગુજરાતમાં આગામી બે દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button