અમદાવાદ

ગુજરાતમાં 70 સિનિયર સિવિલ ન્યાયાધીશની એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ કેડરમાં બઢતી, બદલી; જુઓ લિસ્ટ

અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટ દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા અને નગર કોર્ટમાં ફરજ બજાવતા 70 જેટલા એડિશનલ ન્યાયાધીશોને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપી હતી. જ્યારે 50 જ્યુડિશિયલ ઓફિસરને એડિશનલ સેશન્સ જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ બદલીઓ આગામી 28 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. હાઇ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર 65 ટકા પ્રમોશન ક્વોટા હેઠળના જુનિયર ન્યાયાધીશોને રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ગુજરાત હાઈ કોર્ટના રજીસ્ટ્રાર જનરલ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં રાજ્યની વિવિધ કોર્ટના 70 જ્યુડિશિયલ ઓફિસરોને ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ કેડરમાં બઢતી બદલીના કરાયેલા હુકમોમાં રાજકોટના બીજા એડિશનલ સિનિયર સિવિલ ન્યાયાધીશ બીકે દાસોંદીની એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ તરીકે બઢતી સાથ વડોદરા ખાતે, ત્રીજા એડિશન સિનિયર સિવિલ ન્યાયાધીશ જે એસ પ્રજાપતિને બઢતી આપીને મહેસાણાના સાતમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ તરીકે બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટના સાતમા સિનિયર સિવિલ ન્યાયાધીશ પી જે કાયસ્થને રાજકોટમાં જ 16મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે બઢતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત અમરેલી, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓના 15 જેટલા સિનિયર સિવિલ ન્યાયાધીશની બઢતી સાથે બદલીનો હુકમ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button