Top Newsઅમદાવાદ

અમદાવાદની કઈ 4 હાઈ-ફાઈ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ થઈ દોડતી ?

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી રાજ્યની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાનું આતંકી ચલણ વધી ગયું છે. જોકે, છેલ્લા 4 મહિનામાં આ ચલણ શાંત પડ્યું હતું. પરંતુ હવે આ ધમકી આપવાની પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્ત્વો ફરીથી સક્રિય થયા હોય એવું લાગી રહ્યું છે. આજે અમદાવાદની કેટલીક હાઈ-ફાઈ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

કઈ સ્કૂલને મળ્યો ધમકી ભર્યો ઈ-મેલ

અમદાવાદ શહેરની 4 હાઈ-ફાઈ સ્કૂલોને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. થલતેજ વિસ્તામાં આવેલી ઝેબર સ્કૂલ, ગુરુકૂળ રોડ પર આવેલી મહારાજા અગ્રસેન સ્કૂલ, મકરબા વિસ્તારમાં આવેલી DAV ઈન્ટરનેશનલ સ્કૂલ તથા વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે.

આ ઉપરાંત વસ્ત્રાપુર વિસ્તારની નિર્માણ સ્કૂલ, કલોલની આવિષ્કાર સ્કૂલ, ખોરજ-ખોડિયાર વિસ્તારની જેમ્મ એન્ડ જેમિસન સ્કૂલ તથા અડાલજની ડિવાઇન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. સ્કૂલોને 1:30 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જેને લઈને અમદાવાદ પોલીસ દોડતી થઈ છે.

સ્કૂલમાં પહોંચ્યો પોલીસનો કાફલો

ધમકીભર્યા ઈ-મેલને લઈને એક તરફ વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ પોલીસ બોમ્બ સ્ક્વોડ અને ડૉગ સ્ક્વોડને લઈને સ્કૂલો પર પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. સ્કૂલોના પરિસરમાં એમ્બ્યુલન્સ, ફાયરની ગાડી તથા રેસ્ક્યૂ વાન પહોંચી ગઈ છે. સાથોસાથ સ્કૂલની આસપાસના 50 મીટરના એરિયાને લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લે જુલાઈ 2025માં વડોદરાની સિગ્નસ વર્લ્ડ સ્કૂલને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ મળ્યો હતો. વડોદરામાં અત્યારસુધી કુલ 12 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી ચૂકી છે.

આપણ વાંચો:  અંજારમાં કરુણાંતિકા: સફાઈ કરવા ટાંકામાં ઉતરેલા યુવકનો ગેસ ગળતરે લીધો જીવ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button