અમદાવાદ

ગુજરાતમાં 261 એએસઆઈને પીએસઆઈ તરીકે આપવામાં આવ્યું પ્રમોશન, જુઓ લિસ્ટ

અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર વહિવટી તંત્ર અને પોલીસ વિભાગમાં બદલી અને બઢતીનો ગંજીફો ચીપાયો હતો.પોલીસ વિભાગમાં રાજ્યના 261 એએસઆઈને પીએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. .

છેલ્લા 15 મહિનામાં પી.એસ.આઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ 7031 કર્મચારીઓને બઢતી આપવામાં આવી હતી. ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ 2024માં કુલ 6770 પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળી હતી, વર્ષ 2024માં 341 પી.એસ.આઈને પી.આઈ, 397 એ.એસ.આઈને પી.એસ.આઈ, 2445 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ અને 3356 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, 231 ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો હતો.

આપણ વાંચો: હરિયાણામાં ગુજરાત પોલીસના 3 જવાનના મોત, જાણો કેવી રીતે બની દુર્ઘટના

આ ઉપરાંત મહેસૂલ વિભાગે બુધવારે મોડી રાત્રે રાજ્યના 157 નાયબ મામલતદાર અને 57 રેવેન્યૂ ક્લાર્કની બદલીનો આદેશ આપ્યો હતો. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે મોટાપાયે વહીવટી ફેરફાર કર્યો હતો. રાજ્યભરમાં 157 નાયબ મામલતદારો અને 57 રેવન્યુ ક્લાર્કની બદલીના આદેશ જારી કર્યા હતાં.

જેમાં સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ ફેરફાર જોવા મળ્યો હતો. અહીં 12 નવા નાયબ મામલતદારને નિમણૂક અપાઈ હતી. તેમાંથી 6 દાહોદથી, 2 અરવલ્લીથી, અને રાજકોટ, સુરત, પાટણ અને આણંદથી એક-એક અધિકારીની બદલી થઈ હતી. સાબરકાંઠામાંથી ત્રણ નાયબ મામલતદારની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી હતી. એસ.કે. પ્રજાપતિને બનાસકાંઠા, હેમાંગીની રતનભાઈ ડામોરને સુરેન્દ્રનગર અને જયંતીલાલ કે. ચૌધરીને મહેસાણા ખાતે મૂકવામાં આવ્યા હતાં.

રેવન્યુ ક્લાર્કની બદલીમાં સાબરકાંઠામાં ચાર નવા અધિકારીઓને મૂકાયા હતાં. અરવલ્લીથી પ્રજ્ઞેશ પટેલ અને દીપક સુથાર, જ્યારે દાહોદથી અશ્વિન જે. રાઠોડ અને આશાબેન દેસાઈની નિમણૂક થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button