અમદાવાદ

બે વર્ષમાં ચાઈનીઝ દોરી-તુકકલના વેચાણની 2300થી વધુ ફરિયાદ; હાઈ કોર્ટમાં સરકારે રજૂ કર્યો રિપોર્ટ

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ચાઈનીઝ દોરી, ગ્લાસકોટેડ નાયલોન દોરી તેમજ ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં તેનું ખુલ્લેઆમ વેંચાણ થઈ રહ્યું છે. ઉત્તરાયણમાં પતંગ ઉડાડવા માટે ચાઈનીઝ દોરી, ગ્લાસકોટેડ નાયલોન દોરી તેમજ ચાઈનીઝ તુક્કલના ઉપયોગ પર હાઇકોર્ટ અને પોલીસ ઓથોરીટી દ્વારા પ્રતિબંધ મૂકેલો છે.

તેમ છતાં તેનાં ખુલ્લેઆમ વેચાણને મુદ્દે હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજી પર રાજય સરકારે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં સરકારે કહ્યું કે, ચાઇનીઝ, નાયલોન કે ઘાતક દોરીઓના વેચાણ કે ઉપયોગ અને ઉત્પાદન સંબંધી કિસ્સાઓમાં છેલ્લા બે વર્ષમાં રાજયભરમાં કુલ 2303થી વધુ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગૃહ વિભાગે રજૂ કર્યો રિપોર્ટ

આપણ વાંચો: ઉતરાયણમાં ચાઈનીઝ દોરીના વપરાશ અંગે ગુજરાત હાઈ કોર્ટનો લેટેસ્ટ આદેશ જાણો?

સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં કહ્યું હતું કે, ઉત્તરાયણ પર્વ પર પશુ પક્ષીઓ અને નાગરિકોની સલામતી માટે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાઇકોર્ટમાં થયેલી અરજીમાં રાજયના ગૃહવિભાગ તરફથી આંકડાકીય માહિતી સાથેનો એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

હાઈકોર્ટે અગાઉ ચારેય મહાનગરોના પોલીસ કમિશ્નરો પાસે અત્યાર સુધી શું કામગીરી કરી અને કયા પ્રકારના પગલાં લેવાયા તેનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. જે અંતર્ગત રાજય સરકારના ગૃહ વિભાગ તરફથી વિગતવાર સોંગદનામું રજૂ કરી આંકડાકીય માહિતી સાથેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

બે વર્ષમાં 2303 ફરિયાદો

આપણ વાંચો: WATCH: Surat માં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, પોલીસ એક્શન મોડમાં

સરકારે રિપોર્ટમાં જણાવ્યું કે, ચાઇનીઝ, નાયલોન કે પ્લાસ્ટીક કોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ સંબંધી ગુનાઓને લઇ તા.1-1-2023થી તા.15-1-2024 દરમ્યાન અમદાવાદ સહિત રાજયભરમાં કુલ 2155 અને તા.16-1-2024થી તા.31-12-2024 સુધી કુલ 148 ફરિયાદો મળી બે વર્ષમાં કુલ 2303 ફરિયાદો નોંધવામાં આવી છે.

સૌથી વધુ ફરિયાદો અમદાવાદમાં

જેમાં સૌથી વધુ 451થી વધુ ફરિયાદો તો એકલા અમદાવાદમાં જ નોંધાઇ છે. જેની સામે તા.1-1-2023થી તા.15-1-2024 દરમ્યાન 1882 આરોપીઓ અને તા.16-1-2024થી તા.31-12-2024 દરમ્યાન 243 આરોપીઓની ધરપકડ સાથે કુલ 2125 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાંથી જ 371થી વધુ આરોપીઓ પકડાયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button