અમદાવાદ

2002ના રમખાણ કેસમાં કોર્ટનો મોટો ચુકાદોઃ ત્રણ આરોપીને નિર્દોષ જાહેર કર્યા

અમદાવાદઃ ગુજરાતમાં થયેલા 2002ના રમખાણો અંગે અત્યારે પણ ચર્ચા કરવામાં આવે છે. કોર્ટે 2002ના રમખાણ કેસમાં ત્રણ આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતાં. આ ત્રણેયની સામે એક વીડિયોગ્રાફરે કરેલી ફરિયાદના આધારે કેસ નોંધાયો હતો,

જેમાં રમખાણો દરમિયાન લીધેલા વીડિયો રેકોર્ડિંગમાં આરોપીઓ પાસે એકે-47 રાઇફલ દેખાતી હોવાનું જણાયું હતું, પરંતુ તે વીડિયો ફૂટેજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નહોતા અને વીડિયોગ્રાફર પોતે ફરી ગયો હતો.

આપણ વાચો: NCERT syllabus: બાબરી ધ્વંશ, ગુજરાત રમખાણો અને હિન્દુત્વ રાજકારણના સંદર્ભો બદલવામાં આવ્યા

દરિયાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી એફઆઈઆર

આ કેસ 14 એપ્રિલ, 2002ના થયેલા રમખાણોના સંબંધમાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે એફઆઈઆર સાથે સંબંધિત હતો. આ એફઆઈઆર ત્યારે નોંધવામાં આવી હતી ત્યારે સ્થાનિક વીડિયોગ્રાફર સતીશ દલવાડીએ એક વીએચએસ કેસેટ રજૂ કરી હતી,

જેમાં કથિત રીતે આરોપીઓ આલમગીરી શેખ, હનીફ શેખ, ઇમ્તિયાઝ શેખ, રઉફમિયા સૈયદ અને અન્ય લોકોને હિંસામાં સામેલ બતાવવામાં આવ્યા હતા. દલવાડી સ્થાનિક શાંતિ સમિતિના સભ્ય હતા અને તત્કાલીન દરિયાપુર પોલીસ ઇન્સ્પેક્ટર, આર.એચ. રાઠોડે તેમને કોમી હિંસાની કોઈ પણ ઘટનાઓ રેકોર્ડ કરવા માટે કહ્યું હતું.

આપણ વાચો: Gujarat Riots: 2002 રમખાણોનો બદલો લેવા હથિયારો પહોંચાડનાર મહિલાની 18 વર્ષ બાદ ધરપકડ

અદાલત સમક્ષ વીડિયો કેસેટ રજૂ કરવામાં આવી નથી

આ કેસમાં અદાલતમાં કહ્યું હતું કે તેમણે કેમેરામાં શું શૂટ કર્યું હતું તે તેમને ખબર નથી. ત્યારના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એચ. એચ. ચૌહાણ પણ હોસ્ટાઇલ થયા હતાં. અદાલતે જણાવ્યું કે આ કેસની કાર્યવાહી દરમિયાન અદાલત સમક્ષ વીડિયો કેસેટ રજૂ કરવામાં આવી નથી.

આ કેસમાં કોઈ હથિયાર પણ મળી આવ્યું નથી તેમ જ એવો કોઈ મૌખિક કે દસ્તાવેજી પુરાવો રજૂ થયો નથી કે આરોપીઓ પાસે ગુનાના સમયે હથિયાર હતા. જેથી ત્રણેય આરોપીને નિર્દોષ જાહેર કર્યા કરવામાં આવ્યાં હતાં.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button