અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદ સિવિલ બહાર 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ તૈનાત, ડ્રાઈવરોને એલર્ટ રહેવા સૂચના

અમદાવાદઃ અમદાવાદ વિમાન દુર્ઘટના (Ahmedabad Plane Crash)માં અનેક લોકોના અકાળે મોત થયા. આ લોકોને બચવા માટે સમય પણ નહોતો મળ્યો. કારણ કે, જેવું વિમાન ક્રેશ થયુ ત્યારે બ્લાસ્ટ થયો હતો. અહીંથી લોકોના મૃતદેહોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ખાતે લઈ જવામાં આવ્યાં હતા. સિવિલમાં પોસ્ટમોર્ટમ કર્યાં બાદ સિવિલમાં 230 લોકોના ડીએનએ માટે સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેથી મૃતદેહની ઓળખ થાય અને તેને પરિવારને સોંપી શકાય. ખાસ કરીને વાત કરવામાં આવે તો મૃતદેહોને તેમના પરિવારને સોંપવા માટેની તૈયારી કરવામાં આવી છે. આના માટે 192 એમ્બ્યુલન્સ (Ambulance ) અને શબવાહિનીઓને સિવિલ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

ડ્રાઈવરોને પણ એલર્ટ રહેવા માટે સૂચના

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓના ડ્રાઈવરોને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ મૃતદેહોને તેમના પરિવારને સન્માન સાથે સોંપવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે, આજે પણ ઘટનાસ્થળ પરથી કાટમાળ કાઢતી વખતે પ્લેનના પાછળના ભાગેથી એક મૃતદેહ મળી આવ્યો છે. જેને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

ક્રૂ- મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241નાં મોત

આ દુર્ઘટનાની વાત કરવામાં આવે તો, આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત કુલ 242 મુસાફરો સવાર હતા. 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક સહિત 12 ક્રૂ-મેમ્બર હતા. આ પ્લેનમાં સવાર ક્રૂ- મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241નાં મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. એટલું નહીં પરંતુ એકનો ચમત્કારિક રીતે બચાવ પણ થયો છે. બાકી પ્લેન ક્રેશના કારણે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું મોત થયું હોવાની પણ આશંકા છે.

આ પણ વાંચો…અમદાવાદ પ્લેન ક્રેશ બાદ વીમા કંપનીઓને આંચકો, ચૂકવવો પડશે 1000 કરોડથી વધુનો દાવો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button