દીવમાં લાંબા સમયથી બંધ બાર અને વાઈનશોપ્સ ફરીથી ખૂલ્યા
આમદાવાદ: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. ત્યારે લાંબા સમાંથી બંધ પડેલી વાઈનશોપ્સ અને બાર ફરીથી ખોલવા લાગી છે. મગળવારે કેટલીક વાઈનશોપ્સ ફરી શરુ થઇ હતી, જયારે કેટલીક વાઈન શોપ્સ હવે શરુ થશે. માટે હવે દીવ આવતા સહેલાણીઓને સહેલાઇથી દારૂ મળી રહેશે.
મળતી માહિતી મુજબ દિવાળીનો તહેવાર નજીક આવતાં દીવમાં આવેલા ઘણાં બાર અને વાઈનશોપ્સ બંધ કરી દેવામાં આવ્યા હતા. દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓથી ઉભરતા દીવમાં કોઈ અનિચ્છનીય ધટના બને એ માટે થોડા દિવસો વાઈનશોપ્સ અને બારને બંધ કરવામાં આવ્યા હતા. જો કે ઘણાં બાર અને વાઈનશોપ્સને નિયમોના ઉલ્લંઘન બદલ બંધ કરવામાં આવ્યા હતા. હવે ગઈકાલ બુધવારથી બંધ વાઈનશોપ્સ અને બાર ખોલવાની શરૂઆત થઈ ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં મોટી સંખ્યમાં પ્રવાસીઓ દીવ આવતા હોય છે. ખાસ કરીને નાગવા બીચ અને જાલંધર બીચ પર પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. દીવની હોટલો અને ગેસ્ટ હાઉસોમાં પણ સારું એવું બુકિંગ થયું છે.