આપણું ગુજરાતટોપ ન્યૂઝ

વિશેષ બંદોબસ્ત સાથે ગુજરાતમાં 825 કેન્દ્રમાં એલઆરડીની પરીક્ષા…

અમદાવાદ: 15 જૂન 2025ના રોજ, ગુજરાતમાં લોકરક્ષક દળ (LRD)ની લેખિત પરીક્ષા રાજ્યના સાત જિલ્લાઓમાં થવા જઈ રહી છે. આ પરીક્ષા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજાઈ રહી છે, જેમાં લગભગ 2.48 લાખ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. ગુજરાત સરકારે પરીક્ષાર્થીઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થાઓ પણ ઊભી કરી છે.

પરીક્ષાની વિગતો
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષક કેડરની પરીક્ષા માટે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર જિલ્લાઓમાં કુલ 825 પરીક્ષા કેન્દ્રોની ગોઠવણ કરી છે. આ પરીક્ષા સવારે 9:30થી બપોરે 12:30 સુધી યોજાશે. આ પરીક્ષા ભાગ એ અને બી એમ બે ભાગ માં યોજાશે, જેમાં કુલ 200 પ્રશ્નો હશે અને દરેક પ્રશ્ન એક ગુણનો રહેશે. ખોટા જવાબ માટે 0.25 ગુણની નકારાત્મક માર્કિંગ પણ લાગુ કરવામાં આવશે. ઉમેદવારોએ બંને ભાગમાં અલગ-અલગ 40% ગુણ મેળવવા જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા પરીક્ષાર્થીઓની સુવિધા માટે 14 અને 15 જૂન દરમિયાન લગભગ 500 વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રો પર પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સુરતના કેટલાક કેન્દ્રોના સરનામામાં ફેરફાર કરાયો છે, જેની માહિતી ઉમેદવારોને ઈ-મેલ, SMS અને ફોન દ્વારા આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button