વડોદરાના ઈટોલા ગામની શાળામાંથી રૂ.18.42 લાખનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લામાં એક શાળા માંથી દારૂનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. વારણામા પોલીસે ઇટોલા ગામે આવેલા આર્ય કન્યા વ્યાયમ મહાવિધાલયના બંધ ઓરડામાં રાખેલો રૂ.18.42 લાખનો વિદેશી દારૂનું જથ્થો પકડી પડ્યો હતો. આ સાથે પોલીસે ત્રણ આરોપીની પણ ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાની વારણામા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ઈટોલા ગામમાં આવેલી આર્યકુમાર મહાસભા વડોદરા દ્વારા સંચાલિત આર્ય કન્યા વ્યાયમ મહાવિધાલયના એક બંધ ઓરડામાં મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થાનો રાખવામાં આવ્યો છે.
વરણામા પોલીસની ટિમ તુરંત ઈટોલા ગામે આવેલી શાળાએ પહોંચી હતી. શાળાના બંધ ઓરડામાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરના ટીન મળી 18,42,020 લાખ રૂપિયાની કિંમતની 12,092 નંગ બોટલો મળી આવી હતી.
વરણામાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપીઓ મયંક સોમાભાઈ પટેલ, ધવલ કીરીટભાઈ પટેલ તથા ધર્મેશભાઈ મહેશભાઈ રબારીની ધરપકડ કરી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.