Leopard near Ahmadabad: અમદાવાદના સીમાડે દીપડો દેખાયો, વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં ગભરાટ
અમદાવાદ: ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા વર્ષ 2023 માં હાથ ધરવામાં આવેલી વસ્તીગણતરી મુજબ ગુજરાતમાં 2,274 દીપડા(Leopard in Gujarat)નો વસવાટ છે, ગુજરાતમાં દીપડાની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે દીપડા તેના ભ્રમણ અને વસવાટનો વિસ્તાર પણ વધારી રહ્યા છે. એવામાં અમદવાદ (Ahmedabad) શહેરના સીમાડે સાણંદની બાજુમાં આવેલા ગામમાં દીપદો દેખાયો હોવાના આહેવાલ છે, ગામમાં દીપડો ફરી રહ્યો હોવાનો વિડિયો સામે આતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો કે વન વિભાગને સ્થાનિકોના દવાની પુષ્ટિ કરી નથી.
દીપડો દેખાયામાં અહેવાલ અંગે વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આસપાસના વિસ્તારોમાંથી દીપડાની હિલચાલના કોઈ પુરાવા મળ્યા નથી. જે વીડિયો વાયરલ થયો છે તે એક અઠવાડિયા પહેલાનો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના સ્ટાફના સભ્યો અને સ્થાનિકોએ દીપડા અંગે જાણ કરી હતી. વન વિભાગે જેણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, સર્ચ ટીમને કોઈ નિશાન મળ્યા નથી.
આપણ વાંચો: સેલિબ્રિટી ‘માયા’ ગાયબ! તાડોબાની જાણીતી વાઘણ ખોવાઇ ગઇ છે? વનવિભાગે હાથ ધરી શોધખોળ
અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વિડિયોમાં દેખાતો દીપડો પુખ્ત વયનો જણાય છે, આ વિસ્તારમાં પશુનું મારણ, પગના નિશાન કે અન્ય કોઈ નિશાન મળ્યા નથી, અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.
વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ છે, લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
આપણ વાંચો: બાળક મોબાઈફોનમાં રમવામાં વ્યસ્ત હતો, ઘરમાં ઘૂસી આવ્યો દીપડો અને પછીં થયું કંઈક એવું કે…
આ પહેલીવાર નથી કે અમદાવાદ શહેરની હદમાં દીપડો દેખાયો હોય. ફેબ્રુઆરી 2021માં, સરખેજ નજીક ઓવરબ્રિજ પર આઠ વર્ષની ઉંમરનો દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. એ વર્ષે જ બાવળા નજીક એક દીપડો દેખાયાના અહેવાલ હતા.
જાન્યુઆરી 2023 માં બે સફાઈ કામદારોએ ગાંધીનગરના અક્ષરધામથી લગભગ 100 મીટર દૂર એક દીપડો જોયો હોવાની જાણ કરી, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટનાના પાંચ દિવસ પહેલા સચિવાલયના એક પોલીસ કોન્સ્ટેબલે સંસ્કૃતિ કુંજ પાસે, કોતરોની નજીક એક દીપડો જોયો હોવાની જાણ કરી હતી.