કચ્છ માટે ખુશખબરઃ કચ્છના દૂરના વિસ્તારોને જોડતી નવી લાઈનના નિર્માણને કેબિનેટને આપી મંજૂરી...
Top Newsકચ્છ

કચ્છ માટે ખુશખબરઃ કચ્છના દૂરના વિસ્તારોને જોડતી નવી લાઈનના નિર્માણને કેબિનેટને આપી મંજૂરી…

રૂ. 12,328 કરોડના ચાર રેલવે પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, જેમાં કચ્છમાં નવી રેલવે લાઈનનો સમાવેશ, પ્રોજેક્ટથી 866 ગામો અને 16 લાખથી વધુ લોકોને ફાયદો થશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય પ્રધાનમંડળે રેલવે મંત્રાલયના ચાર પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ગુજરાતના કચ્છના રણને પણ હવે રેલવે કનેક્ટિવિટી મળશે. આ ચારેય પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 12,328 કરોડ થશે.

આ પ્રોજેક્ટ્સમાં સામેલ છે. ચાર પ્રોજેક્ટમાં ગુજરાતના કચ્છનો સમાવેશ થાય છે. કચ્છમાં દેશલપર – હાજીપીર – લુણા અને વાયોર – લખપત નવી લાઇન, સિકંદરાબાદ (સનથનગર) – વાડી ત્રીજી અને ચોથી લાઇન, ભાગલપુર – જમાલપુર ત્રીજી લાઇન તથા ચોથી યોજના ફુરકાટિંગ – નવી તિનસુકિયા ડબલિંગનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય મુસાફરો અને માલસામાન બંનેના સરળ અને ઝડપી પરિવહનને સુનિશ્ચિત કરવાનો છે. આ પહેલો કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુસાફરીની સુવિધામાં સુધારો કરશે ઉપરાંત લોજિસ્ટિક ખર્ચ ઘટાડશે અને ઓઈલ આયાત પર નિર્ભરતા ઘટાડશે.

વધુમાં, આ પ્રોજેક્ટ્સ CO2 ઉત્સર્જન ઘટાડવામાં ફાળો આપશે, જેનાથી ટકાઉ અને કાર્યક્ષમ રેલ કામગીરીને ટેકો મળશે. આ પ્રોજેક્ટ્સ તેના બાંધકામ દરમિયાન લગભગ 251 (બેસો એકાવન) લાખ માનવ-દિવસ માટે સીધી રોજગારી પણ ઉત્પન્ન કરશે.

પ્રસ્તાવિત નવી લાઇન કચ્છ ક્ષેત્રના દૂરના વિસ્તારને કનેક્ટિવિટી પ્રદાન કરશે. તે ગુજરાતમાં હાલના રેલવે નેટવર્કમાં 2526 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 145 રૂટ કિમી અને 164 ટ્રેક કિમી ઉમેરશે.

પ્રોજેક્ટ પૂર્ણ થવાનો સમય 3 વર્ષનો છે. ગુજરાત રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવા ઉપરાંત, નવી રેલ લાઇન મીઠું, સિમેન્ટ, કોલસો, ક્લિંકર અને બેન્ટોનાઇટના પરિવહનમાં મદદ કરશે.

13 નવા રેલવે સ્ટેશન બનાવવામાં આવશે
આ પ્રોજેક્ટનું વ્યૂહાત્મક મહત્વ એ છે કે તે કચ્છના રણને કનેક્ટિવિટી પ્રદાન કરશે. હડપ્પા સ્થળ ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લો પણ રેલ નેટવર્ક હેઠળ આવશે કારણ કે 13 નવા રેલવે સ્ટેશનો ઉમેરવામાં આવશે. જેનાથી 866 ગામો અને લગભગ 16 લાખ વસ્તીને ફાયદો થશે.

મુસાફર અને માલ બંનેને લાભ આપવાનો નિર્ણય; કચ્છના સરહદી રણ, હડપ્પા સ્થળ ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લાને જોડીને પ્રવાસનને વેગ આપવા માટે કચ્છમાં નવી રેલ લાઇનનું નિર્માણ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ્સ પીએમ-ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન પર આધારિત છે, જેમાં સંકલિત આયોજન અને હિસ્સેદારોના પરામર્શ દ્વારા મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ગુજરાત, કર્ણાટક, તેલંગણા, બિહાર અને આસામ રાજ્યોના 13 જિલ્લાઓને આવરી લેતા ચાર પ્રોજેક્ટ્સ ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 565 કિલોમીટરનો વધારો કરશે.

પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ કોલસો, કન્ટેનર, સિમેન્ટ, કૃષિ ચીજવસ્તુઓ, ઓટોમોબાઈલ, પીઓએલ, આયર્ન અને સ્ટીલ અને અન્ય માલસામાનના પરિવહન માટે મહત્વપૂર્ણ માર્ગો પર લાઇન ક્ષમતા વધારીને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવાનો છે.

આ સુધારાઓ પુરવઠા શૃંખલાઓને શ્રેષ્ઠ બનાવવાની અપેક્ષા રાખે છે, જેનાથી ઝડપી આર્થિક વિકાસને સરળ બનાવવામાં મદદ મળશે.

આ પણ વાંચો…પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-કટોસન રોડ વચ્ચે મેમુ ટ્રેનની શરૂઆત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button