મુન્દ્રા

મુન્દ્રામાં દુષ્કર્મ: શ્રમિક પરિવારની છ વર્ષની માસૂમ બાળકીને નરાધમે પીંખી

મુન્દ્રા: છેલ્લા કેટલાક સમયથી રાજ્યની માસૂમ બાળકીઓ પર બળાત્કારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કચ્છમાં એક શ્રમિક પરિવારની માસૂમ દીકરીને એક નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી છે. પોલીસે નરાધમની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

છ વર્ષની દીકરી પર દુષ્કર્મ

ઝારખંડનો એક શ્રમિક પરિવાર કચ્છ ખાતે રોજગારીની શોધમાં આવ્યો હતો. આ પરિવારના સભ્યો મુન્દ્રા તાલુકાનાં એક ગામમાં કાર્યરત ખાનગી એકમમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. આ પરિવારમાં એક છ વર્ષની બાળકી પણ છે. આ બાળકી પર એક 26 વર્ષીય નરાધમે દુષ્કર્મ આચર્યું હતું.

મુન્દ્ર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, બાળકીના માતા-પિતા ગત 12 જાન્યુઆરી, 2026ના રોજ નિત્યકર્મ મુજબ મજૂરીકામ અર્થે કંપનીમાં ગયા હતા. ત્યારે બાજુમાં રહેતા આરોપી મનીષ કુમાર માંઝીએ ફરિયાદીની છ વર્ષની સગીરવયની પુત્રીની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ બાળકીને શારીરિક-માનસિક ઈજા પહોંચાડી હતી.

આરોપીની વિધિવત રીતે ધરપકડ થશે

શ્રમિક પરિવારની ફરિયાદ બાદ મરીન પોલીસ હરકતમાં આવી હતી. મુન્દ્રા મરીન પોલીસે મૂળ બિહારના રહેવાસી એવા 26 વર્ષીય મનીષકુમાર માંઝીને ઝડપીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘૃણાસ્પદ કિસ્સાના તપાસકર્તા પી.આઈ પી.કે. રાડાએ મીડિયાને જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ પરેડ બાદ તેની વિધિવત ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો…બહેન-દીકરીઓ માટે અસલામત ગુજરાત, વાંસદા બાદ વડોદરામાં પણ સગીરા પર ગેંગરેપ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button