ગુજરાતના મુન્દ્રા પોર્ટથી 10 કરોડના ચાઈનીઝ ફટાકડાની આયાત કરનાર માસ્ટર માઈન્ડની ધરપકડ…

અમદાવાદઃ ચીનથી ગુજરાતના અંકલેશ્વર આઈસીડીમાં આયાત કરવામાં આવેલા એક કન્ટેનરમાંથી દિવાળીના દિવસોમાં પાંચ કરોડના ચાઈનીઝ બનાવટના ફટાકડા ડીઆરઆઈના અધિકારીઓએ જપ્ત કરીને વેરાવળના માસ્તર માઈન્ડની ધરપકડ કરી હતી.ડીઆરઆઈના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે ચીનથી 40 ફુટનું કન્ટેઈનર મુંબઈથી નાવાસેવા પોર્ટ ઉપર આવ્યું હતું અને કસ્ટમ સમક્ષ ગારમેન્ટ હોવાનું ડિકલેર કરવામાં આવ્યું હતું.
તપાસ કરતા 46,640 નંગ ફટાકડા મળી આવ્યા
ગુજરાત અને મુંબઈ ડી.આર.આઈને બાતમી મળી હતી કે કન્ટેનરની અંદર દાણચોરીના માધ્યમથી પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડા ગુજરાતના અંકલેશ્વર આઈસીડી ખાતે પહોંચાડવાના છે જે બાતમીના આધારે ગુજરાત અને મુંબઈના ડી.આર.આઈ ના અધિકારીઓએ જુદી જુદી ટીમ બનાવીને કન્ટેનર અટકાવીને તપાસ કરતા 46,640 નંગ ફટાકડા મળી આવ્યા હતા.
જેની કિંમત પણ પાંચ કરોડ
આ ફટાકડાની માર્કેટ કિંમત પાંચ કરોડ થવા જાય છે. ડીઆરઆઈના અધિકારીઓએ ચાઈનીઝ બનાવટના ફટાકડા ની આયાત કરનાર ગુજરાતના વેરાવળ ખાતે રહેતા માસ્ટર માઈન્ડની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે આ કેસની તપાસ ચાલુ હતી તે દરમિયાન દિલ્હી ડીઆરઆઈના અધિકારીઓને માહિતી મળી હતી કે ગુજરાતના મુન્દ્રા પોર્ટ ઉપર આ જ પ્રકારે ચાઇનાથી 30 નંગ ફટાકડા આયાત કરવામાં આવ્યા છે. જેની કિંમત પણ પાંચ કરોડ થવા જાય છે.
ચાઈનીઝ બનાવટના ફટાકડા ભારતમાં પ્રતિબંધિત
આ કન્ટેનર અટકાવી રાખવામાં આવ્યા હતા ત્યારબાદ ડીઆરઆઈના અધિકારીઓએ કન્ટેઈનર ખોલીને તપાસ કરતા ચાઈનીઝ બનાવટના ફટાકડા મળી આવ્યા હતા આ સમગ્ર કેસમાં માસ્ટરમાઈન્ડ અને ફાઇનાન્સ મુન્દ્રાના રહેવાસી પરાગ રૂપારેલની ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ પણ ગુજરાત મુંબઈ સહિત દેશના અન્ય પોર્ટ ઉપર 10 થી 15 કરોડના ચાઈનીઝ ફટાકડાની આયાત આ ગેંગ દ્વારા કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે ફોરેન ટ્રેડ પોલીસી મુજબ ચાઈનીઝ બનાવટના ફટાકડા ભારતમાં પ્રતિબંધિત છે.
કસ્ટમ હાઉસ એજન્ટની પણ ધરપકડ કરવામાં આવશે
તેમ છતાં જો આયાત કરવી હોય તો લાઇસન્સ લેવું ફરજિયાત છે તેમ છતાં કોઈ લાઇસન્સ લેવામાં આવ્યું ન હતું એટલું જ નહીં પેટ્રોલિયમ એન્ડ સેફટી રૂલ્સ મુજબ પણ આયાત કરી શકાતી નથી આ સાથે સાથે પબ્લિક સેફટી અને નેશનલ સિક્યુરિટી ધ્યાનમાં રાખીને પણ ચાઈનીઝ બનાવટના ફટાકડા ભારતમાં આયાત કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ફટાકડાનું કંસાઇનમેન્ટ દક્ષિણ ગુજરાતના ફટાકડાના મોટા વ્યાપારીઓને સપ્લાય કરવાના હતા એટલું જ નહીં કસ્ટમ હાઉસ એજન્ટને ત્યાં પણ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે શક્ય છે કે કસ્ટમ સમક્ષ મિસ ડિકલેરેશન કરવા બદલ કસ્ટમ હાઉસ એજન્ટની પણ ધરપકડ કરવામાં આવશે.



