મુન્દ્રા

મુંદરાના ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસમાં આરોપીની બે અરજી હાઈકોર્ટમાં નામંજૂર…

ભુજ: રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનેલા કચ્છના બંદરીય મથક મુંદરાના પોલીસ મથકના જાન્યુઆરી ૨૦૨૧ના કસ્ટોડિયલ ડેથ કેસમાં મુખ્ય પૈકીના આરોપી શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા દાખલ કરવામાં આવેલી અલગ-અલગ બે અરજીને રાજ્યની વડી અદાલતે નામંજૂર કરી હતી.

ફરજ મોકુફ પોલીસ કર્મચારી શક્તિસિંહ ગોહિલ દ્વારા કેસની તપાસને સંલગ્ન અધિકારીઓને લગતા વાહનોની લોગબુક સહિતના દસ્તાવેજોની માગણી કરાઈ હતી, તો અન્ય એક અરજી આ તહોમતદાર દ્વારા તેના ઉપર કાવતરાંની કલમનો પ્રયોગ કરાયો છે તે ગેરકાયદે હોવાની અરજી કરી હતી.

આ પણ વાંચો: ભુજના માધાપરમાં પૌષ્ટિક બાજરાના રોટલા બનાવવાની નવતર સ્પર્ધા યોજાઈ

હાઈકોર્ટના ન્યાયાધીશ દિવ્યેશ એ. જોશીની અદાલત સમક્ષ આ બન્ને અરજીની સુનાવણી થઈ હતી. બન્ને પક્ષને સાંભળી આ બન્ને અરજી નામંજૂર કરાઈ હતી. આ સુનાવણીમાં હાઈકોર્ટ સમક્ષ સરકાર વતી મુખ્ય સરકારી વકીલ હાર્દિકભાઈ એ. દવે અને ફરિયાદ પક્ષ વતી કે.આર. દવે અને રાહુલ કે. દવે હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર સફળ આગમનને અંજારની પ્રાથમિક શાળાએ અનોખી રીતે વધાવ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસ અનુસાર મુંદરા પોલીસે ચોરીનું આળ નાખીને ત્રણ ગઢવી સમાજના યુવકોની ગેરકાયદે અટક કરી, પોલીસ કસ્ટડીમાં ગોંધી રાખીને અમાનુષી ત્રાસ આપતાં બે યુવકોના મૃત્યુ થયાં હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button