માંડવી બીચ પર છરી લઈને ફરનારા શખસને પોલીસે ઝડપ્યો! હિંસક હુમલો કર્યો હતો…

માંડવી: કચ્છમાં આવેલા માંડવી બીચ પર એક વ્યક્તિ છરી લઈને ફરી રહ્યો હતો અને લોકોને ડરાવી ધમકાવી રહ્યો છે. આ આરોપીની પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. માંડવી પોલીસની શી ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે. આ બીચ પર જ્યારે પોલીસની સી ટીમ પ્રેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાને આ વ્યક્તિ હાથમાં છરી લઈને ફરી રહ્યો હતો. જેથી પોલીસને તેના પર શંકા ગઈ હતી.
આપણ વાંચો: ગજ મંથન : સંસ્કારધામમાં હિંસા – હત્યા કેમ વધતી જાય છે?
ખુલ્લેઆમ માંડવી બીચ પર છરી લઈને ફરતો હતો આરોપી
પોલીસે પાસે જઈને જ્યારે આરોપીની તપાસ કરી ત્યારે તેની પાસેથી છરી મળી આવી હતી. આ દરમિયાન તેણે પોલીસ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આરોપીનું નામ અર્નિશ ગુલમામદ જત છે. આરોપી અર્નિશ ગુલમામદ જત શા માટે બીચ પર છરી લઈને ફરી રહ્યો હતો, તે દિશામાં પોલીસ પૂરપરછ શરૂ કરી દીધી હતી.
આ બીચ પર રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે. જેના કારણે લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા સતત પ્રેટ્રોલિંગ કરવામાં આવે છે. પ્રેટ્રોલિંગ દરમિયાન આ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
આપણ વાંચો: ટ્રમ્પ ફરી ટાર્ગેટ પર? ચાકુ લઈને ફરી રહેલા શખ્સને પોલીસે ઠાર કર્યો, એકની AK-47 સાથે ધરપકડ
જીવના જોખમે માંડવી પોલીસે આરોપીની ધરપકડ કરી
માંડવી બીચ પર કોઈ સરાજાહેર છરી લઈને ફરે તે પ્રવાસીઓ માટે જોખમી સાબિત થઈ શકે તેમ હતું. જ્યારે પોલીસ અર્નિશ ગુલમામદ જતની ધરપકડ કરી ત્યારે તેણે પોલીસ પણ હુમલો પણ કર્યો હતોય.
પરંતુ માંડવી પોલીસની ટીમે જીવના જોખમે અર્નિશ ગુલમામદ જત પાસેથી છરી છીનવી લીધી અને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થયો હતો.