માંડવી

કચ્છમાં 247 ગ્રામ ચરસ સાથે એક વ્યક્તિની અટક, એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ

અમદાવાદ : કચ્છ જિલ્લામાં માંડવીના રામેશ્વર મહાદેવ મંદિરમાં રહેતો વ્યક્તિ ચરસ સાથે ઝડપાયો છે. આ વ્યક્તિને ચરસનું છૂટક વેચાણ કરતાં એસઓજીએ ઝડપ્યો હતો. આઆરોપી પાસેથી 37 હજારના ચરસ સહિતનો મુદામાલ જપ્ત કરાયો કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં દરિયામાં તણાઇને આવેલો ચરસનો જથ્થો માંડવીમાં વેચાતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

37 હજારની કિંમતનો 247 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો

એસઓજીની ટીમ માંડવી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.આ દરમિયાન બાતમી મળી હતી કે રામેશ્વર મંદિરની પાછળ રહેતો આરોપી કિશોરદાસ કાશીરામદાસ પોતાના કબ્જામાં ચરસનો જથ્થો રાખી વેચાણ કરે છે. આ બાતમીને આધારે માંડવીના પોર્ટ રોડ પર આવેલા રામેશ્વર મંદિરની પાછળ રહેતા કિશોરદાસ કાશીરામદાસ ની ઓરડીમાં તપાસ કરતા પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલ રૂ. 37 હજારની કિંમતનો 247 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો.

દરિયામાં તણાઇને આવેલો ચરસ વેચાતો હોવાનો ઘટસ્ફોટ

એસઓજીએ આરોપી પાસેથી ચરસનો જથ્થો મળી આવ્યા બાદ તેની પૂછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં બાડાનો શખ્સ દરિયા વિસ્તારમાં તણાઈને આવતા એક કિલોના માદક પદાર્થના પેકેટ લઇ આવી વેચાણ માટે આપતો હતો. આરોપી વ્યક્તિને અગાઉ એક પેકેટ વેચી દીધું હતું. જ્યારે બીજા પેકેટમાંથી માત્ર 247 ગ્રામ જથ્થો વેચવાનું બાકી રહ્યો હતો.

આ પણ વાંચો: ફરી ગુજરાતના દરિયેથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયોઃ આ વણઝાર ક્યારે રોકાશે?

એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ

જે બાબતે આરોપીની વધુ પૂછપરછ કરતા પોતે આઠેક મહિના અગાઉ બાડા ગામના રમજુ ફકીરા કોલી પાસેથી રૂપિયા 10 હજારમાં જથ્થો ખરીદી આવ્યો હતો અને સ્થાનિકે તેનું વેચાણ કરતો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂ. 31 હજાર સહિતનો મુદ્દામાલ પકડી માંડવી પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button