શું બેંકમાં પણ રૂપિયા સુરક્ષિત નથી? માંડવીમાં એક દંપતીના ખાતામાંથી 9.24 લાખ રૂપિયા ઉપડી ગયા...
કચ્છ

શું બેંકમાં પણ રૂપિયા સુરક્ષિત નથી? માંડવીમાં એક દંપતીના ખાતામાંથી 9.24 લાખ રૂપિયા ઉપડી ગયા…

ભુજઃ ગુજરાતમાં છેલ્લા ડિજિટલ ફ્રોડ તો થઈ રહ્યું છે, પરંતુ હવે બેંકમાં રાખેલા રૂપિયા પણ સુરક્ષિત ના હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આપણે રૂપિયા સુરક્ષિત રાખવા માટે બેંકમાં જમા કરાવીએ છીએ, પરંતુ જો બેંકમાંથી જ રૂપિયા ગાયબ થઈ જાય તો?

જી હા, આવી જ એક ઘટના બંદરીય માંડવી તાલુકાના પદમપુરમાં બની છે. અહીં એક પટેલ દંપતીના જોઈન્ટ સેવિંગ્સ એકાઉન્ટમાંથી તેમની જાણ બહાર 9.24 લાખ રૂપિયા ઉપડી ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બ્રાન્ચમાં ગયા ત્યારે ખબર પડી કે સાયબર ફ્રોડ થયું છે
સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હીરાલાલ હંસરાજ પટેલે જણાવ્યું હતું કે, તેઓ અને તેમના પત્નીના માંડવીની એચડીએફસી બેંકના સંયુક્ત બચત ખાતામાંથી 5 લાખ અને ત્યાર બાદ 4.24 લાખ રૂપિયા જાણ વિના કોઈ સાયબર ક્રિમિનલ દ્વારા ઉપાડી લીધા હતા.

બેંકનો મેસેજ આવ્યો એટલે તેઓ બ્રાન્ચમાં પહોંચ્યા, જ્યાં તેમણે તપાસ કરતાં ખાતામાંથી રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું અને તેમના મોબાઈલ ફોનને હેક કરી લઈને આ લાખો રૂપિયાની ઓનલાઈન ઠગાઈ થઈ હોવાનું માલૂમ પડયું હતું.

9.24 લાખ ગાયબ થતા બેંકની કામગીરી પર સવાલ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સામાન્ય રીતે કોઈ મોટો નાણાકીય વ્યવહાર બેંક મારફતે થાય ત્યારે બેંક દ્વારા ખાતેદારને અગાઉથી જાણ કરાતી હોય છે, જ્યારે માંડવીના આ કિસ્સામાં કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના રૂપિયા ગાયબ થઈ ગયાં છે.

ખાતામાંથી એક બે હજાર નહીં પરંતુ 9.24 લાખ રૂપિયાની ઉઠાંતરી થઈ છે, એટલે બેંકની કામગીરી પર પણ સવાલ થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે ભુજ સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો…કચ્છમાં ડિજિટલ અરેસ્ટ: પહલગામ હુમલામાં સંડોવણીના નામે વૃદ્ધ પાસેથી ₹૧૭.૪૪ લાખની ઠગાઈ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button