કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપના આવ્યો, ભચાઉથી 12 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં નોંધાયું કેન્દ્રબિંદુ

કચ્છઃ કચ્છમાં આજે 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. આજે સાંજે 06:55 વાગ્યે કચ્છમાં ભૂકંપ (Kutch Earthquake)ના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા.
3.4ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉ (Bhachau)થી 12 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં નોંધાયું છે. રાહતની વાત એ છે કે, માત્ર 3.4ની તીવ્રતાનો હળવો ભૂકંપ હોવાથી કોઈ મોટા નુકસાનના સમાચાર પ્રકાશમાં આવ્યાં નથી.
આપણ વાંચો: નેપાળ અને ભારત સરહદ બાદ હવે પાકિસ્તાનમાં પણ ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા
ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉથી 12 કિમી નોંધાયું
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કચ્છ સિસ્મિક ઝોન 5 માં આવે છે, જેના કારણે અહીં ભૂકંપના આંચકા અનુભવાય તે સામાન્ય છે. પરંતુ કચ્છમાં આવતા ભૂકંપના કારણે લોકો ડરી જાય છે. કારણે કે, આ પહેલા 26 જાન્યુઆરી, 2001ના રોજ સવારે 08:46 વાગ્યે આવેલા ભૂકંપે ભારે વિનાશ સર્જો હતો.
તે વખતે મિલકતોને તો નુકસાન પહોંચ્યું હતું જ પરંતુ મોટી જાનહાનિ પણ સર્જાઈ હતી. 2001ને ભૂકંપે કચ્છની કાયાપલટ કરી નાખી હતી. 2001ના ગુજરાત ભૂકંપને ભુજ ભૂકંપ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આપણ વાંચો: નેપાળ અને ભારત સરહદ પર 5.7ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ટોંગા ટાપુઓ પર 6.0ની તીવ્રતાએ ભૂકંપના આંચકા અનુભવાયા
આજે કચ્છ સિવાય 3.5ની તીવ્રતાનો ભૂકંપ બાંગ્લાદેશમાં પણ આવ્યો હતો. તે સિવાય નેપાળમાં પણ 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે 6.0ની તીવ્રતાનો ટોંગા ટાપુઓ પર પણ ભૂકંપ આવ્યો હતો.
ગઈ કાલે અરૂણાચલ પ્રદેશમાં પણ 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પરંતુ આમાંથી એક પણ જગ્યાએ જાનમાલને નુકસાન થયાના સમાચાર મળ્યાં નથી. છેલ્લા ઘણાં વર્ષોથી ભૂકંપની ઘટનાઓ ખૂબ જ વધાવા લાગી છે.