કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી, 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ગભરાયા

કચ્છઃ કચ્છમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. માંડવીના ગઢશીશાથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. આ ભૂકંપની રેક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતા નોંધાઈ છે. કેંદ્રબિન્દુની આસપાસના ગામોમાં અનેક મકાનોના બારી, બારણા ધ્રુજી ઉઠતાં લોકોમાં ભય ફેલાયો હતો. શનિવારના બપોરના 02.47 વાગ્યે ગઢશીશાથી 13 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો અને જમીનથી માત્ર 19.9 કિલોમીટરની ઉંડાઇએથી ભૂકંપનો આ શક્તિશાળી આંચકો અનુભવાયો હતો.
ભૂકંપના આંચકાએ જિલ્લાના ઘણા ભાગોને ધ્રુજાવ્યાં
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ભર બપોરે માંડવી નજીક આવેલા ભૂકંપના આંચકાએ જિલ્લાના ઘણા ભાગોને ધ્રુજાવ્યાં હતાં. ભૂકંપના કેન્દ્રબિંદુ આસપાસના વિસ્તારોમાં તીવ્ર અનુભૂતિ થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
ભૂકંપ માટે અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવતા કચ્છમાં વીતેલા માત્ર છ દિવસમાં ત્રણથી ઉપરની તીવ્રતાના ચારથી વધુ ભૂકંપના આંચકાઓ નોંધાઈ ચુક્યા છે, ત્યારે કચ્છની અઢી દાયકાથી અશાંત બનેલી ધરા આજે ફરી ધણધણી ઉઠી હતી.
માંડવીના ગઢશીશાથી 13 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો 3.9ની તીવ્રતાનો ધરતીકંપનો વધુ એક શક્તિશાળી આંચકો રેક્ટર સ્કેલ પર નોંધાતા કેંદ્રબિન્દુની આસપાસના ગામોમાં અનેક મકાનોના બારી, બારણા ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.
આપણ વાચો: અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપમાં, 7 લોકોના મોત, 150 થી વધુ ઘાયલ
ધરતીકંપના આંચકાથી ફરી એકવાર કચ્છના લોકોમાં ભય ફેલાયો
અસામન્ય રીતે લાબું ચોમાસુ, કમોસમી માવઠા બાદ શરૂ થયેલા ઠંડા પવનોના આક્રમણ વચ્ચે ભૂકંપ ઝોન-6માં સમાવવામાં આવેલા રણપ્રદેશ કચ્છમાં ફરી ધરતીકંપના આંચકાઓએ હાજરી પૂરાવતાં ગભરાટ ફેલાવા પામ્યો છે.
આ અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ દ્વારા આ ભૂકંપ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ભૂકંપની સવિશેષ અસર કેન્દ્રબિંદુ આસપાસના ગામોમાં જોવા મળી હતી. ભૂકંપના ઘરોના બારી તથા બારણા ખખડવા લોકોએ ઘરની બહાર દોટ મૂકી હતી.
આપણ વાચો: ભારતના લેહમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, NCS શેર કરી પોસ્ટ
અઢી દાયકા પહેલા કચ્છમાં આવ્યો હતો વિનાશકારી ભૂકંપ
વિનાશક ધરતીકંપના ટ્રેઇલર સમા આ ભૂકંપ આંચકાની અનુભૂતિ છે ક ભુજ, અંજાર, ગાંધીધામ સહિતના શહેરોમાં વિશેષ કરીને ખખડેલી બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોએ પણ કરી હતી.
નોંધનીય છે કે, કચ્છને તબાહ કરનારા ભયાનક ધરતીકંપને અઢી દાયકા જેટલો સમય વીતી ચુક્યો છે ત્યારે ફરી અચાનક હાઇપર એક્ટિવ થયેલી ભૂ-હલચલથી લોકોમાં ભૂકંપની વરવી યાદો ફરી જીવંત થઇ ઉઠી છે. જેના કારણે પણ લોકો ગભરાઈ રહ્યાં છે.



