Earthquake of 3.7 Magnitude Hits Kutch Near Dudhai

કચ્છમાં 3.7ની તીવ્રતા વાળા ભૂકંપના આંચકાએ ફેલાવ્યો ગભરાટ; કેન્દ્રબિંદુ દુધઈ નજીક

ભુજ: ધરતીકંપ માટે અંત્યંત સંવેદનશીલ કચ્છ જિલ્લાને સતત ધ્રુજાવી રહેલા આંચકાઓ લોકોને ડરાવી રહ્યા છે તેવામાં શનિવારે બપોર બાદ રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાવાળા ભૂકંપના શક્તિશાળી આંચકાએ કચ્છની ધરાને ધ્રુજાવી હતી અને ગુલાબી ઠંડી વચ્ચે કચ્છના પેટાળમાં વધી ગયેલી સીસ્મિક એક્ટિવિટીને પગલે ગભરાટ ફેલાયો છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, શનિવારે ઢળતી બપોરે 4 અને 37 મિનિટે ઉદભવેલા આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઇ આસપાસ નોંધાયું હતું.

લોકો બહાર દોડી આવ્યા વિનાશક ધરતીકંપના ટ્રેઇલર સમા આ આંચકાની તીવ્રતા કેન્દ્રબિંદુ તરફ વિશેષ અનુભવાઈ હતી જેમાં મકાનોના બારી-બારણાં,અભેરાઈ પર ચડાવેલાં વાસણો ખખડી ઉઠયા હતા કાચા-પાકા મકાનોમાં લાગેલા સીલિંગ ફેન હાલક-ડોલક થતા નજરે પડતાં સૂતેલા લોકોએ મકાનોની બહાર દોટ લગાવી હતી.

Also read: કચ્છમાં ભૂકંપઃ અનેક તાલુકામાં અનુભવાયો ભૂકંપનો આંચકો

આંચકાઓનું કેન્દ્રબિંદુ વાગડ ફોલ્ટલાઇનની આસપાસ ધરાને સતત ધ્રુજાવી રહેલા ભૂકંપના આંચકાઓના કેન્દ્રબિંદુ વાગડ ફોલ્ટલાઇનની આસપાસના જ રહ્યા છે જેમાં ભચાઉ, ફતેહગઢ,રાપર,કરમરીયા અને પ્રાચીન નગર ધોળાવીરાનો, ઉપરાંત સૌરાષ્ટ્રના ઉના અને ઉપલેટાનો પણ સમાવેશ થાય છે.પાકિસ્તાનના કરાચી તેમજ સિંધ પ્રાંત આસપાસના વિસ્તારોમાં પણ આ આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નવા વર્ષના વીતેલા માત્ર ચાર દિવસમાં ભુકંપનો આ સતત ત્રીજો આંચકો અનુભવાયો હતો. કચ્છના અશાંત પેટાળમાં ઉદભવેલા 3.7ની તીવ્રતાના આંચકાએ આ પ્રદેશના લોકોને ફફડતા કરી દીધા છે.

સંબંધિત લેખો

Back to top button