કચ્છમાંથી પ્રોસેસ ઓઇલની આડમાં લઈ જવાતો સોપારીનો જથ્થો જામનગર (DRI)ની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો

કચ્છઃ ગુજરાતમાં ગેરકાયદેસર સોપારી ઘુસાડતા લોકો સામે જામનગર DRI દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કચ્છમાંથી લઈ જવાતો 2.50 કરોડની સોપારીનો જથ્થો જામનગર Directorate of Revenue Intelligence (DRI)ની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આ લોકોએ પ્રોસેસ ઓઈલ જાહેર કરીને 35 ટન સોપારી લાવી હતી. જામનગર DRIની ટીમે સોપારીનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રો પાસે મળતી માહિતી મુજબ પ્રોસેસ ઓઈલના નામે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર ત્રણ કેન્ટર ભરીને 35 ટન સોપારી લાવવામાં આવી હતી. અહીંથી દિલ્હી લઈ જવાનો પ્લાન હતો પરંતુ જામનગર DRIની ટીમને આ બાબતે બાતમી મળતા તપાસ કરી હતી. 2.50 કરોડની બજાર કિમતનો સોપારી કોણે મંગાવી અને કેટલા લોકો સંડોવાયેલા આ તમામ પાસાઓની તપાસ શરૂ કરી દીધી હતી.
Also read: કચ્છ નહીં દેખા તો કુછ નહિ દેખા: કચ્છના રણમાં જોવા મળી Big B પરિવારની ત્રણ પેઢી…
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આવી રીતે સોપારીનો જથ્થો મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાઈ ચૂક્યો છે, છતાં ગુનોગારોમાં કેમ કોઈ ભય નથી? આખરે આ લોકોને આના માટે કોને સપોર્ટ મળી રહે છે? પરંતુ સાચી હકીકત શું છે તે તો હવે તપાસ કર્યાં બાદ જ સામે આવશે. થોડા દિવસ પહેલા ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન શાખાએ દુબઈથી ભારતમાં દાણચોરી કરી સોપારીના જથ્થાને ઘુસાડવાના વધુ એક કારસાને નિષ્ફ્ળ બનાવી અંદાજિત પોણા ત્રીસ કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનો 50 ટન જેટલો એરકા નટ્સ એટલે કે તૂટેલી અને આખી સોપારીનો જથ્થો જપ્ત કર્યો હતો. સોપારીના કારોબાર માટે જાણીતા એવા દુબઈના જેબલ અલી બંદરેથી આવેલો અને કંડલા ખાતેના મુક્ત વ્યાપાર કેન્દ્રમાં સ્થિત એક યુનિટમાં જતો હોવાનું આયાતકાર દ્વારા ડિક્લેર કરાયું હતું અને જથ્થામાં અખરોટ હોવાનું દર્શાવાયું હતું, પરંતુ આ મિસ ડિક્લેરેશન કેસમાં બે કન્ટેનરમાં કુલ 50 ટન વજનની સોપારી મળી આવી હતી.