1971 યુદ્ધ વખતે કેવો હતો માહોલ? ભુજમાં હોમ ગાર્ડ તરીકે સેવા આપનારી મહિલાએ કર્યું વર્ણન

કચ્છઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી યુદ્ધ થઈ શકે છે. પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ભીંસમાં લેવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ગુજરાતના ભુજમાં હોમ ગાર્ડ તરીકે 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પોતાની સેવા આપનારી મહિલાએ ફરી એક વખત દેશસેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ભારત-પાકિસ્તાન 1971ના યુદ્ધના દિવસોને યાદ કરીને હોમગાર્ડ રહી ચુકેલા જ્યોતિબેન ઉપાધ્યાયએ કહ્યું, બ્લેક આઉટ દરમિયાન તેઓ ભુજની સડકો પર ગ્રુપમાં જતા હતા. આ દરમિયાન તેઓ લોકોને બધું જ સામાન્ય હોવાનું સમજાવતા હતા.
તેમણે કહ્યું, હું 1971માં હોમગાર્ડ સર્વિસમાં સામેલ થઈ હતી. તે સમયે યુદ્ધ શરૂ થયું હતું. પાકિસ્તાને એક જ દિવસમાં ભુજ પર 17 બોંબ ફેંક્યા હતા. ભુજમાં બ્લેક આઉટ હતું. અમે ગ્રુપમાં રોડ પર જતા હતા અને સ્થિતિથી ડરી ગયેલા લોકોને સમજાવતા હતા.
જ્યોતિબેન ઉપાધ્યાયે કહ્યું, આજે ફરીથી યુદ્ધની સ્થિતિ ઉભી થઈ છે. આતંકવાદીઓ એફરીથી કાશ્મીરમાં હુમલો કર્યો છે. નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે. સરહદ પર યુદ્ધનો માહોલ છે. મહિલાઓએ ફરી હિંમત એકત્ર કરવી પડશે અને સતર્ક રહેવું પડશે. ભલે આજે અમને કોઈ ડેસ્ટ જોબ માટે બોલાવવામાં આવે પરંતુ તેમ છતાં હું સેવા કરવા તૈયાર છું.
ભારત પાકિસ્તાન યુદ્ધમાં હોમગાર્ડ રહેલી બીજી મહિલા જ્યોતિ કોઠારીએ કહ્યું, હથિયાર ચલાવવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. તે સમયે મહિલાઓનું ઘરમાંથી નીકળવું મુશ્કેલ હતું. અમે હોમગાર્ડની વર્દી પહેરીને ફરતા હતા. હાલ સ્થિતિ વણસી રહી છે તેવી સ્થિતિમાં મહિલાઓને આગળ આવવાનો આગ્રહ કરું છું.
આ પણ વાંચો…ભારતની લશ્કરી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનના ફફડાટ, ખ્વાજા આસિફે કહ્યું ગમે ત્યારે હુમલો થશે



