Kutch ના ગાંધીધામમાં 140 કિલો ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ…

અમદાવાદઃ ગુજરાતમાં સતત ડ્રગ્સ અને દારૂની તસ્કરી સતત વધી રહી છે. આ દરમિયાન પૂર્વ કચ્છ(Kutch) જિલ્લા પોલીસે નશીલા પદાર્થે ગેરકાયદે હેરાફેરીને અટકાવવા માટે નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ, વેચાણ કે સેવન ક૨નારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન શહેર પોલીસે બાતમીને આધારે ગાંધીધામ જી.આઇ.ડી.સી. કુરિયર દ્વારા મંગાવેલો 140 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની કિંમત અંદાજે રૂ. 14,06,000 આંકવામાં આવી છે.
Also read : અસાંજો કચ્છઃ ભુજના વાતાવરણમાં ‘ધરખમ’ ફેરફારઃ કાચી કેરીનું આગમન
શહેર છોડીને નાસી જવાની ફિરાકમાં હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ગાંધીધામ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી કુરિયર સર્વિસની ઑફિસમાં પાર્સલોની આડમાં 140 પેકેટ ગાંજાનો જથ્થો મોકલવામાં આવ્યો છે. આ પાર્સલ છોડાવવા આવેલા વ્યક્તિને શંકા જતાં તેણે પાર્સલ છોડાવ્યું ન હતું અને બસ મારફતે શહેર છોડીને નાસી જવાની ફિરાકમાં હતો.
Also read : કચ્છના રણમાં હજારો વર્ષ પૂર્વે ભરતીના પાણી હોવાની થઈ પુષ્ટિ
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જોકે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે ગેરકાયદેસર રીતે પાર્સલમાં ગાંજો લાવનાર આરોપી ધનચંદકુમાર પંડીતની ધરપકડ કરી 140 કિલો 600 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.