કંડલાથી મુંબઈ જઈ રહેલા વિમાનનું ટાયર ફાટ્યુ! 75 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

કંડલાઃ વિમાનમાં ખરાબી આવવાની ઘટનાઓ સતત વધી રહી છે. ફરી એકવાર મોટી વિમાન મોટી દુર્ઘટના બનતી રહી ગઈ છે. ગુજરાતથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટના એક વિમાનનું ટાયર ફાટી ગયું હતું. રનવે પર જ વિમાનનું ફાટી જતા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયાં હતાં. જ્યારે વિમાન રનવે પરથી ટેકઓફ કરી રહ્યું હતું, ત્યારે તેનું એક ટાયર અચાનક ફાટી ગયું હતું. જો કે, વિમાન સુરક્ષિત રીતે ટેક ઓફ કરી લીધું હતું. મળતી જાણકારી પ્રમાણે મુંબઈ એરપોર્ટ પર પણ વિમાનનું સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
મુંબઈ એરપોર્ટ પર વિમાને સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું
ગુજરાતના કંડલાથી મુંબઈ જઈ રહેલા વિમાનમાં આ સમસ્યા આપી હતી. મુંબઈ એરપોર્ટ પર વિમાને સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું. તમામ ક્રૂ મેમ્બર અને પેસેન્જર્સ પણ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. સ્પાઇસજેટના આ વિમાનમાં કુલ 75 મુસાફરો સવાર હતા. ઘટનાની વાત કરવામાં આવે તો, કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટ Q400 વિમાનનું બહારનું વ્હીલ ટેકઓફ પછી રનવે પર મળી આવ્યું હતું. છતાં વિમાને મુંબઈની સફર ચાલુ રાખી અને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવ્યું હતું.
કંડલાથી મુંબઈ જઈ રહ્યું હતં. સ્પાઇસજેટનું Q400 વિમાન
આ મામલે સ્પાઇસજેટના પ્રવક્તાએ કહ્યું કે, સ્પાઇસજેટ Q400 વિમાને કંડલાથી મુંબઈ જવા માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન તેનું એક ટાયર રનવે પરથી મળી આવ્યું હતું. વિમાનનું ટાયર કઈ રીતે ફાટ્યું તેની તપાસ ચાલી રહી છે. જો કે, વિમાને મુંબઈ એરપોર્ટ પર પહોંચીને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરી લીધું હતું. વિમાન ટર્મિનલ પર પહોંચ્યું અને બધા મુસાફરો સુરક્ષિત રીતે ઉતરી ગયાં હતાં. આમાં કોઈ જાનહાનિ સર્જાઈ હોવાના અહેવાલ મળ્યા નથી.
આ પણ વાંચો…કંડલા બંદરથી દ્વારકાના વાડીનાર પોર્ટ સુધી વિશિષ્ટ ખારાઈ પ્રજાતિના ઊંટોએ ખેડી રોમાંચક દરિયાઈ સફર