ગાંધીધામ

ગાંધીનગરમાં ‘પોલીસ’ છેતરાયાઃ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગઠિયાને ઝડપ્યો

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસમાં રાજકોટ અને અમદાવાદમાંથી નકલી પોલીસ બનીને ફરતા શખસોને પકડી પાડવામાં આવ્યા હતાં. ગાંધીનગરમાં પોલીસ ભવનના (police bhavan) ક્લાર્ક (clerk) તરીકેની ઓળખ આપીને ગઠિયાઓ દ્વારા પોલીસકર્મીઓને છેતરવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની આંતર જિલ્લા બદલી (transfer) કરાવી આપવાની વાત કરી પૈસા પડાવીને છેતરતા નકલી ક્લાર્કને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (local crime branch) ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની આંતર જિલ્લા બદલી કરાવવા ઈચ્છુક પોલીસ કર્મચારીઓની માહિતી મેળવીને જન્મેજયસિંહ ઝાલા તેમનો સામેથી સંપર્ક કરી પોતાની ઓળખ ગાંધીનગર પોલીસ ભવનની બી બ્રાન્ચના ક્લાર્ક તરીકે આપી ઠગાઈ કરતો હોવાની બાતમી મળી હતી. એલસીબીએ ગાંધીનગર સચિવાલય ગેટ- 4થી પોલીસ ભવન તરફ રોડ ઉપર વોચ ગોઠવીને ઠગ જન્મેજયસિંહને દબોચી લીધો હતો.

આપણ વાંચો: ડિજિટલ અરેસ્ટનો કૉલ કરનારા નકલી પોલીસને આ રીતે પજવ્યો મુંબઈના યુવાને

બારમું ધોરણ પાસ છે આરોપી

પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, 12મું પાસ આ આરોપી પોલીસ ભવનમાં નોકરી કરતો જ નહોતો. તેના મોબાઈલમાં વોટ્સઅપમાં અલગ અલગ પોલીસ કર્મચારીઓ સાથે બદલી કરાવી આપવા અંગેની ચેટ તેમજ પોલીસ કર્મચારીઓ પાસેથી રોકડ, ફોન પે, ગુગલ પે જેવી એપ્લિકેશન માધ્યમથી બદલી કરાવવાના નામે રૂપિયા મેળવવામાં આવ્યા હોવાની વિગતો તપાસમાં બહાર આવી હતી.

પોલીસે શું કહ્યું?

આ અંગે એલસીબી પીઆઈ ડી. બી. વાળાએ જણાવ્યું હતું કે મૂળ હિંમતનગરનાં દેધરોટા ગામનો જન્મેજયસિંહ છેલ્લા બે મહિનાથી અલગ અલગ જિલ્લાના પોલીસ મથકમાં સરકારી નંબર ઉપર પોલીસ સ્ટેશન ઓફિસરને સીધો ફોન કરીને પોતાની ઓળખ પોલીસ ભવનનાં ક્લાર્ક તરીકે આપતો હતો અને પોલીસ કર્મચારીની બદલી કરાવી આપવાનો દાવો કરતો હતો. જેતે પોલીસ કર્મચારીનો નંબર મેળવી લઈને સામેથી ફોન કરીને બદલી કરાવી આપવાનો વિશ્વાસ સંપાદન કરી નાણાંકીય ઠગાઈ કરતો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં કેટલાક પોલીસ કર્મચારીઓની બદલી માટેની વોટ્સઅપ ચેટ તેમજ પૈસા લીધાની વિગતો મળી આવી છે. હાલમાં રિમાન્ડ મેળવવા સહિતની જરૂરી કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઈસમ ભૂતકાળમાં ગાંધીનગરની જાણીતી સ્પીકિંગ ઈંગ્લિશ એકેડેમીમાં ભાગીદાર તરીકે પણ રહી ચૂક્યો હતો.ભૂતકાળમાં જન્મેજય ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button