કચ્છના દરિયાકાંઠેથી 7 બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યાં! બીએસએફે તપાસ શરૂ કરી

Kutch: કચ્છના દરિયા કિનારેથી છાશવારે બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવતા હોય છે. આ સિલસિલો સતત ચાલતો જ રહે છે. ફરી એકવાર કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી પેકેટ મળી આવ્યાં છે, આ મામલે બીએસએફ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, કચ્છના પશ્ચિમ દરિયા કિનારેમાં જ્યારે બીએસએફ દ્વારા પ્રેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન 7 જેટલા બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યાં હતાં. જેથી તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
7 જેટલા પેકેટ મળી આવતા બીએસએફે તપાસ તેજ કરી
મળતી જાણકારી પ્રમાણે લખપતના લક્કી નાલા ક્રીક વિસ્તારમાંથી મળેલા આ પેકેટ બિનવારસી હાલતમાં હતાં. 7 જેટલા પેકેટ મળી આવ્યાં એટલે બીએસએફ દ્વારા આસપાસના વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી દીધી છે. અત્યારે આ વિસ્તારની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે તે માત્ર 7 જેટલા જ પેકેટ મળી આવ્યાં છે પરંતુ આસપાસના વિસ્તારમાં વધુ પેકેટ હશે તેવી આશંકાઓ હોવાથી આ વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ઉડતા ગુજરાત – કચ્છના જખૌ પાસેથી મરીન પોલીસને ચરસના બિનવારસુ ૯ પેકેટ મળ્યા
આ પહેલા દરિયાકાંઠેથી કન્ટેનર અને ટેન્ક તણાઈ આવેલા
કચ્છમાં છેલ્લા ઘટના સમયથી અબડાસા, લખપત અને માંડવીના દરિયાકાંઠેથી કન્ટેનર અને ટેન્ક તણાઈ આવ્યાં હોય તેવી ઘટનાઓ નોંધાઈ છે. એટલું જ નહીં પરંતુ આ વિસ્તારમાંથી આ પહેલા પણ અનેક વખત ડ્ર્ગ્સ અને ચરસના પેકેટ મળી આવ્યાં છે. પશ્ચિમ કચ્છના દરિયાકાંઠેથી અગાઉ પણ નશીલા પદાર્થોના પેકેટ મળી આવ્યાં હોવાથી અત્યારે તપાસ વધારે તેજ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ સુરક્ષા એજન્સીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.