કચ્છમાં અપાયું રેડ એલર્ટ: વહીવટી તંત્રએ લોકોને આપી ચેતવણી | મુંબઈ સમાચાર
ભુજ

કચ્છમાં અપાયું રેડ એલર્ટ: વહીવટી તંત્રએ લોકોને આપી ચેતવણી

મોટાભાગના મથકોમાં એકથી અઢી ઇંચ વરસાદ: ભુજમાં એનડીઆરએફની એક ટુકડી સ્ટેન્ડબાય

ભુજઃ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન પર સર્જાયેલાં હવાનાં હળવાં દબાણને પગલે ભારતીય મોસમ વિભાગ દ્વારા કચ્છ-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે. Kutch weather કચ્છમાં સતત ત્રીજા દિવસે પણ વરસા પડી રહ્યો છે.

અંજાર શહેર અને તાલુકાના રતનાલ, મથડા, સતાપર, લાખાપર, નાગલપર, ખંભરા, સિનોગ્રા, વરસામેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રી બાદ મીની વાવાઝોડાં વચ્ચે એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.

જિલ્લા મથક ભુજમાં દિવસભરના રેકર્ડ બ્રેક બફારા બાદ મોડી રાત્રે વરસાદ વરસતાં માર્ગો પરથી પાણી વહેવા લાગ્યાં હતાં. ભુજના ડગાળા, લાખોંદ, લોડાઇ સહિતના ગામોમાં ઝાપટાં વરસ્યાના અહેવાલ મળી રહ્યા છે. સીમાવર્તી ખાવડા ખાતે સવા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પૂર્વ તરફના તુગા, જુણા, જામકુનરિયા સહિતના ગામોમાં તેમજ સરહદના સંત્રી કાળા ડુંગર આસપાસ બેથી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જયારે બન્ની પ્રદેશમાં સારો વરસાદ થયાનું માલધારીઓ જણાવી રહ્યા છે.

દરમ્યાન, બંગાળની ખાડીમાં બનેલું વેલમાર્ક લો-પ્રેશર વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઇ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પરથી પસાર થાય તેવી ઉભી થયેલી પ્રબળ સંભાવનાને ધ્યાનમાં લઇ, હવામાન વિભાગ દ્વારા કચ્છમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરતાં ભુજમાં એનડીઆરએફની ૩૦ જવાનો સાથેની એક બચાવ ટુકડીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button