ભુજ

ગરીબનું નસીબ પણ ગરીબઃ નોર્મલ ડિલિવરી છતાં પત્ની અને જોડીયા બાળકો ખોઈ બેઠો શ્રમિક

ભુજઃ દરેક શ્રમિક પરિવાર દિવસરાત પરસેવો પાડે, ભૂખ્યા રહે અને બે પૈસા કમાય એ આશામાં કે તમના બાળકોનું પેટ ભરાય, પણ ગરીબ પરિવારનું ક્યારેક નસીબ પણ ગરીબ હોય છે. કચ્છમાં આવી એક ઘટના બની છે, જેમાં એક શ્રમિક પરિવારે ગણતરીના સમયમાં પરિવારના ત્રણ સભ્ય ગુમાવી દીધા છે.

કચ્છમાં પેટીયું રળવા આવેલા એક શ્રમિક પરિવાર સાથે બનેલી આ કરૂણાંતિકામાં ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં બે જોડિયા બાળકને જન્મ આપીને માતા મૃત્યુ પામ્યાનો આઘાત પરિવારમાં શમ્યો ન હતો, ત્યાં જ બે નવજાત બાળકોના પણ મોત નિપજ્યા હતા.

આપણ વાચો: વાઘોડિયા દુર્ઘટના: 11 કેવી લાઇન અડતાં 3 વીજકર્મીને લાગ્યો કરંટ, એકનું મોત

આ કરુણાંતિકા અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીએથી મળતી માહિતી પ્રમાણે, મૂળ પંચમહાલ જિલ્લાની અને હાલ ભુજ-માંડવી રોડ પર આવેલા શિવપારસ મંદિર પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતી શ્રમજીવી પરિવારની ૨૨ વર્ષીય નાયક વર્ષાબેન નામની પરિણીતાને ગત તા. ૨૭-૧૦ના પ્રસૂતિની પીડા ઉપડતાં ડિલિવરી અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

બે દિવસ બાદ તેણીએ નોર્મલ ડિલિવરીમાં બે સ્વસ્થ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોના જન્મના બીજા દિવસે અચાનક તબિયત લથડતાં વર્ષાનું મૃત્યુ થયું અને બંને જોડિયા શિશુને આઈસીયુમાં દાખલ કરાયાં હતાં.

માતાના અકાળ મોતના બીજા દિવસે એક બાળકે અને તેના બીજા દિવસે બીજા બાળકે પણ અંતિમ શ્વાસ લેતાં આ શ્રમજીવી પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button