માંડવીના બીદડા-નાની ખાખર વચ્ચે બે કિશોરને નડ્યો અકસ્માત, બાઇક સ્લિપ થતા બંનેના મોત

ભુજ: રાજ્યભરમાં કથળેલી માર્ગ સલામતીની પરિસ્થિતિની સાક્ષી સમાન દુર્ઘટના સરહદી કચ્છના બંદરીય માંડવી તાલુકામાં બની હોવાના સમાચાર મળી રહ્યા છે. ગઈકાલથી ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો હતો. ત્યારે હેલ્મેટ જેવા સુરક્ષાના સાધનો વિના ધૂમ સ્ટાઈલથી મોંઘીદાટ નેકેડ સ્પોર્ટ્સ મોટરસાઇકલ પર નીકળેલા બે 17 વર્ષના કિશોરોને, અકસ્માત નડ્યો હતો. ઘટનામાં બંને કિશોરોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા. અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, માંડવી તાલુકાના બિદડા અને નાની ખાખર ગામ વચ્ચેના ધોરીમાર્ગની ગોળાઈ પર બુધવારના ઢળતી બપોરના લગભગ સાડચાર વાગ્યે બે કિશોરો જે સ્પોર્ટ્સ બાઈક લઈ ધૂમ સ્ટાઈલ પૂરપાર ઝડપે જઈ રહ્યા હતા. એમનું રોડ અકસ્માતના કારણે મોત નિપજ્યું છે. પ્રાથમિક તપાસ પ્રમાણે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. બંને કિશોરો મુંદરાના વતની હતી હતા, જેનું નામ આર્યન ભરત ડોરું અને નૈતિક કિશોર ડોરું છું. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કિશોરોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા.
ગંભીર અકસ્માતના પગલે સ્થાનિકોના ટોળે ટોળા વળ્યા હતા. ઘટના બાદ બંને કિશોરોને માંડવી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા. હાલ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. કોડાય પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ અકસ્માતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. બાઇક સ્લિપ થયું હતું કે કોઈ ભારે વાહને ટક્કર મારી હતી તે અંગે તપાસ ચાલી રહી છે.