ભુજ

લેબ ટેક્નિશિયન સ્થાયી થયાં કેનેડામાં, કાયમી નોકરી અબડાસાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં!

ભુજ: થોડા સમય અગાઉ ગુજરાતના શિક્ષણ જગતમાં ચકચાર જગાવનારા ‘ભૂતિયા’ શિક્ષકોના પ્રકરણ જેવું કૌભાંડ કચ્છના આરોગ્ય વિભાગમાંથી બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે.

ભેદી બીમારીથી ઝઝૂમી રહેલા અબડાસા તાલુકાના છેવાડાના ગામ તેરા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવનારા લેબ ટેક્નિશિયન બે-અઢી વર્ષથી કેનેડામાં સ્થાયી થયા હોવા છતાં તેમની કાયમી નોકરી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચાલુ હોવાથી અન્ય લેબ ટેક્નિશિયનની ભરતી કે નિમણુંક કરી શકાય એમ નથી!.

આ ચોંકાવનારી બાબત અંગે જાણવા મળી રહેલી વિગતો મુજબ, તેરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી લેબ ટેક્નિશિયન તરીકે કૃતિકા ઠાકોરની નિયુક્તિ થયેલી છે પણ આ મહિલા કર્મચારી છેલ્લા બે વર્ષથી કેનેડામાં સ્થાયી થયા છે. તેમણે રાજીનામું પણ આપ્યું ન હોવાથી આરોગ્ય વિભાગના ચોપડે પોસ્ટ ભરેલી છે!. અહીં વિવિધ પરીક્ષણ માટે આવતા ગરીબ દર્દીઓને અન્ય જવું પડી રહ્યું છે.

આપણ વાંચો: કોલંબસે અમેરિકા શોધ્યો નહોતોઃ હવે મધ્ય પ્રદેશના શિક્ષણ પ્રધાને કર્યો મોટો દાવો

દરમ્યાન, આ લાલિયા વાડી અંગે અબડાસા તાલુકા આરોગ્ય અધિકારી એમ.કે.સિન્હાએ જણાવ્યું હતું કે, તેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની લેબ ટેકનિશિયનની જગ્યા હાલ ખાલી છે. કૃતિકાબેન એકાદ મહિનાની રજા રાખીને ગયા હતા પણ છેલ્લા દોઢ વર્ષથી કેનેડાથી પાછા અહીં આવ્યા નથી.

તેમના સત્તાવાર રહેઠાણ પર મોકલવામાં આવેલી સેંકડો નોટિસો પાછી આવી છે. આ અંગે જિલ્લા કક્ષાએ પણ જાણ કરી દેવાઇ છે. દોઢ વર્ષથી તેમનો પગાર બંધ છે અને હાલ જખૌ પીએસસીના લેબ ટેક્નિશિયનને ચાર્જ આપવામાં આવ્યો છે જે સપ્તાહમાં ત્રણ દિવસ માટે હાજર થાય છે તેમ તેઓએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે,એક તરફ આ વિસ્તારમાં ભેદી બીમારીએ લોકોની ચિંતા વધારી છે તેવામાં લેબ ટેક્નિશ્યનની ગેરહાજરી કેટલી વ્યાજબી કહેવાય તેવું ગ્રામલોકો રોષપૂર્ણ જણાવી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button