કચ્છની લખપત સરહદ પાસેથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
અબડાસાના સમુદ્રી વિસ્તારમાંથી બીએસએફના જવાનોને ચરસનું એક બિનવારસી પેકેટ મળી આવ્યું

ભુજઃ ભારતની સુરક્ષા એજન્સીઓ સરહદોની સુરક્ષા માટે સતત કાર્યરત રહે છે. પાકિસ્તાનીઓ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ભાંગફોડ કરવાના મલિન ઈરાદાને કચ્છમાં આવેલી આંતરરાષ્ટ્રીય જળસીમાએથી ઘુસણખોરી પ્રયત્નો કરતા હોય છે. અત્યારે કચ્છની લખપતવાળી સંવેદનશીલ ક્રીકમાંથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. આ ધૂસણખોની સુરક્ષા એનજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ અબડાસાની સાંઘી જેટી પાસે સરહદી સલામતી દળના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસુ હાલતમાં શંકાસ્પદ ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું છે.
સંવેદનશીલ ક્રીકમાંથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો
આ અંગે મળી રહેલી સત્તાવાર વિગતો મુજબ, કચ્છની સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવી લખપતવાળી ક્રીક વિસ્તારમાં ફેન્સીંગ પાર કરીને ઘૂસી આવેલા એક પાકિસ્તાની નાગરિકને બીએસએફના જવાનોએ ફુટ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લીધો હતો. ગત માર્ચમાં પણ ભારત-પાકિસ્તાનની સીમા ઓળંગીને એક કિશોર વયનો પાકિસ્તાની યુવક પોતાના પરિવાર સાથે લડી-ઝઘડીને છેક ખાવડા ખાતેના સોલાર એનર્જી પાર્ક સુધી 25 કિલોમીટર અંદર સુધી પહોંચી આવ્યો હતો. વિવિધ એજન્સીઓની પૂછપરછના અંતે ખાવડા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.
અફઘાની ચરસનું બિનવારસી એક પેકેટ મળી આવ્યું
પશ્ચિમ કાંઠાના અબડાસા વિસ્તારના સમુદ્રી વિસ્તારના સાંઘી જેટી નજીકથી બીએસએફને અફઘાની ચરસનું એક પેકેટ પેટ્રાલિંગ દરમિયાન બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. પ્લાસ્ટિકના કોથળામાં મળી આવેલા ગુલાબી રંગના આ બિનવારસી પેકેટ પર વચ્ચેના ભાગે લાલ પટ્ટી ચિતરેલી હતી અને અંગ્રેજીમાં નંબર વન ક્વોલિટી અને `ઝમન’ તથા 1200 ગ્રામછાપેલું હતું. એટલું જ નહીં પરંતુ ઊર્દૂ ભાષામાં લખાણ પણ લખેલું હતું. તે માદક પદાર્થના બિનવારસી પેકેટને બીએસએફ દ્વારા વાયોર પોલીસ મથકે જમા કરાવવામાં આવ્યું આવ્યું હતું.