નખત્રાણા પંથકમાં જાળીમાં ફસાયેલા બાળ દીપડાનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું | મુંબઈ સમાચાર
ભુજ

નખત્રાણા પંથકમાં જાળીમાં ફસાયેલા બાળ દીપડાનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું

ભુજઃ વન્યજીવ સંપદા ધરાવતા કચ્છના નખત્રાણા તાલુકાના વડવા કાંયા ગામના વાડી વિસ્તારમાં જાળીમાં એક બાળ દીપડો ફસાઈ ગયો હતો. ફસાયેલી અવસ્થામાં મળી આવેલા એક બાળ દીપડાનો જીવ વન વિભાગ દ્વારા આબાદ બચાવી કરી લેવામાં આવ્યો છે. દીપડાની સંખ્યામાં અત્યારે ઘટી રહી છે. જેથી વન વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી તેની સરાહના કરવામાં આવી છે. બાળ દીપડાને અત્યારે સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

બાળ દીપડાને નખત્રાણા ખાતેની ફોરેસ્ટ કોલોનીમાં મુકવામાં આવ્યો

આ સમગ્ર મામલે નખત્રાણા વિસ્તારના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધવલ દેસાઈએ માહિતી આપતાં જણાવ્યું કે, વડવા કાંયા ગામના એક ખેડૂતની વાડી પાસે કોઈએ બિછાવેલી મજબૂત જાળીમાં નાની ઉંમરનો પણ આક્રમકઃ દીપડો ફસાયો હોવા અંગે તેમને જાણકારી મળી હતી. ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી, આ બાળ દીપડાને જાળીમાંથી સલામત રીતે બહાર કાઢ્યો હતો અને તેને નખત્રાણા ખાતેની ફોરેસ્ટ કોલોનીમાં ખસેડવામાં આવ્યો છે.

આપણ વાંચો: Gir Somnath માં દીપડાએ હુમલો કરતા એક વ્યક્તિનું મોત એક ઘાયલ, વન વિભાગ સક્રિય

બાળ દીપડાની સ્ક્રીનિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી

આ રાની પશુ કયા સંજોગોમાં આ રીતે જાળીમાં ફસાયો? માનવ વસ્તી વચ્ચે આવેલા વાડી વિસ્તાર સુધી કેવી રીતે પહોંચ્યો? આ સાથે તેની ચોક્કસ ઉંમર અને જાળીને કારણે પહોંચેલી ઇજા સહિતની જાણકારી મેળવવા માટે સ્ક્રીનિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હાલ આ બાળ દીપડાને ખાસ પ્રકારના પિંજરાની અંદર કપડું ઢાંકીને સુરક્ષિત રાખવામાં આવ્યું છે. તેવું નખત્રાણા વિસ્તારના આરએફઓ ધવલ દેસાઈએ જણાવ્યું હતું.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button