Kutch માં વાતાવરણ પલટાયુ, નખત્રાણામાં ચોમાસા જેવો માહોલ

ભુજઃ આ વખતે ઉનાળાના વહેલા આગમન વચ્ચે કચ્છના(Kutch)અમુક ભાગોમાં વીતેલા બે દિવસથી વાદળછાયું હવામાન જોવા મળ્યું હતું. નખત્રાણા તેમજ રણકાંધીના કેટલાક વિસ્તારોમાં ગુરૂવારે વહેલી સવારે થોડા સમય પૂરતા ઝરમર મેઘ વરસ્યા હતા. હજી આગામી ચાર દિવસ સુધી આ પ્રકારનું વિચિત્ર હવામાન રહેશે.
આવા હવામાનને કારણે જીરું,ધાણા,વરિયાળી ઇસબગુલ જેવી તૈયાર ખેત ઉપજને તેમજ આંબાના તૈયાર થઇ રહેલા પાકને નુકશાન થવાનો ડર ઉભો થયો છે. બીજી તરફ ખાંસી-શરદીના દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે.
કમોસમી વરસાદને ‘મિટિયોર શાવર્સ’ કહેવામાં આવે છે
આપણ વાંચો: હવામાનમાં પલટોઃ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, પહાડી વિસ્તારોમાં હળવો વરસાદ
હવામાન ખાતાના નિષ્ણાતો ઉનાળાના આગમન વચ્ચેના સમયગાળા દરમ્યાન થતા કમોસમી વરસાદને ‘મિટિયોર શાવર્સ’ એટલે કે, માર્ચ-એપ્રિલ મહિના દરમ્યાન થનારી ઉલ્કા વર્ષા સાથે સરખાવી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે આ વખતે મહત્તમ ઉલ્કાવર્ષા નોંધાઈ છે અને તેની સાથે સાથે દિલ્હી સહીત દેશના સંખ્યાબંધ ભાગોમાં કમોસમી વરસાદનો માહોલ ઉભો થવા પામ્યો છે.
તાપમાન ૩૩થી 35 ડિગ્રી
મહાશિવરાત્રી પૂર્વે સર્જાયેલા અષાઢી માહોલને કારણે આગ ઝરતી ગરમીમાં આંશિક રાહત વર્તાઈ છે અને ભેજના ઊંચા પ્રમાણ સાથે કચ્છના તમામ મથકોનું મહત્તમ તાપમાન 33 થી 35 ડિગ્રી જયારે લઘુતમ 19 થી 24 ડિગ્રી સે.વચ્ચે આવી ગયું છે. એપ્રિલ શાવર્સ અને મે શાવર્સ એ હવામાનની બાબતમાં સામાન્ય બાબત છે તેથી આગામી એપ્રિલ અને મે મહિના દરમ્યાન પણ કમોસમી વરસાદ પડી શકે છે.