કચ્છમાં અકસ્માત-આત્મહત્યાના બનાવો રોકાતા નથીઃ અલગ અલગ બનાવમાં ચારનાં મોત
ભુજઃ માર્ગ અકસ્માત અને આત્મહત્યાના કિસ્સા છાશવારે બનેતા રહે છે. આજે બનેલી વિવિધ અપમૃત્યુની દુર્ઘટનાઓમાં એક પરિણીત કિશોરી સહીત ચાર લોકોના અકાળે મોત નિપજતાં પંથકમાં અરેરાટી વ્યાપી છે.
ભુજથી ખાવડા તરફ જતા માર્ગ પર ટ્રેઇલર હડફેટે નારણપરના યુવકનું મોત નીપજ્યું હતું, ગાંધીધામ શહેરના ટાગોર રોડ પર પગપાળા જતા દેવબહાદુર રંગે ભુલ (ઉ.વ.૪૦)ને દ્વિચક્રી વાહને હડફેટમાં લેતાં આ યુવકે જીવ ખોયો હતો.
બીજી તરફ, ગાંધીધામના પી.એસ.એલ.કાર્ગો ઝૂંપડા વિસ્તારમાં રહેનાર છોટીકુમારી રાજકુમાર ધાનુક નામની ૧૫ વર્ષની કિશોરીએ જયારે શિણાયમાં સર્જનકુમાર સિદ્ધેશ્વર યાદવ (ઉ.વ.૨૨) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતપોતાના અમૂલ્ય જીવન ટૂંકાવી લીધા હતા.
તાપણું કરતા શ્રમજીવીઓ પર ટ્રેક્ટર ફરી વળ્યું
આપણ વાંચો: દ્વારકા Okha Jetty પર અકસ્માત સર્જાયો, ત્રણ મજૂરોના ક્રેન નીચે દબાતા કરૂણ મોત
ભુજ શહેરના હમીરસર તળાવના કિનારે આવેલા ખેંગારપાર્ક- ગાયત્રી મંદિર વચ્ચેના માર્ગ પર કડકડતી ઠંડીથી રાહત મેળવવા તાપણાં પાસે બેસેલા ત્રણ શ્રમજીવીઓ પર એક ટ્રેક્ટર ફરી વળતાં તેમને અસ્થિભંગ સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટના અંગે અલ્કેશ ચંદુલાલ નટે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ સવારના આઠ વાગ્યાના અરસામાં ખેંગારપાર્ક-ગાયત્રી મંદિર માર્ગ પર સાઈડમાં બેસીને તેઓ તથા સાહેદ નીલેશ અને ગુલામ તાપણું કરતા હતા ત્યારે પૂરઝડપે આવી ચડેલા ટ્રેક્ટર ટ્રોલી (નં. એમપી-૪૫-એએ- ૭૭૮૨) ત્રણેય શ્રમજીવીઓને અડ્ડેતમાં લીધા હતા.
આપણ વાંચો: દુઃખદ, ઉત્તરાખંડમાં રોડ અકસ્માત, બસ ખાઇમાં પડી, અનેક ઘાયલ
ગુલામ ઉપર ટ્રેક્ટરનું તોતિંગ પૈડું ફરી વળતા તેને હાલ ગંભીર અવસ્થામાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે જયારે ફરિયાદી અને સહેદને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં ઉમેર્યું હતું.
પોલીસે ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને રસ્તા પર ગમે ત્યાં બેસીને તાપણું કરનારા લોકોને ટ્રાફિકથી સાવધ રહેવા અનુરોધ કર્યો છે.