કચ્છમાં 24 કલાકમાં વિવિધ અકસ્માતમાં આઠનાં મોતઃ અંજારમાં સગીરાનો આપઘાત

ભુજઃ કચ્છમાં છેલ્લા 24 કલાકમાં બનેલા જુદા જુદા આપઘાત-અકસ્માતના કેસમાં આઠ લોકોના મોત થયા. ભુજના હાર્દસમા હમીરસર તળાવમાંથી 39 વર્ષીય સલીમ આદમ ચાકી સુમરાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી એ-ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. અંજારના મોમાઇ નગરમાં 26 વર્ષીય બાકરશા જમનશા શેખ નામના યુવાન આત્મહત્યા કરી હતી.
આ સાથે નખત્રાણા તાલુકાના ભજતાવીરા ખાતે 17 વર્ષની રિપા કાનજી ભીલ નામની સગીરાએ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. જેથી નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
આપણ વાંચો: કચ્છમાં આપઘાત-અકસ્માતના જુદા-જુદા બનાવોએ પાંચ લોકોનો ભોગ લીધો
વીજ કરંટ લાગવાના જીવલેણ કિસ્સાઓ વધ્યાં
અબડાસા પંથકના પદ્ધર ગામની એક વાડીમાં 20 વર્ષીય કાંતા દેશુ મારાજ નામની યુવા પરિણીતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. વરસાદી વાતાવરણમાં વીજ કરંટ લાગવાના જીવલેણ કિસ્સાઓ પણ વધી રહ્યાં છે.
અંજાર શહેરના વિજય નગરમાં જસુબેન નાનુગર ગોસાઇ પાણીની મોટર ચાલુ કરવા માટે જતા હતા અને કરંટ લાગતા તેમનું મોત થઈ ગયું હતું. ભચાઉમાં બ્રિજેશકુમારનું ડ્રિલ મશીનના વાયરને સ્વીચબોર્ડમાં લગાવવા જતાં વીજ કરંટ કારણે મોત થયું હતું. જેથી તેમના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો હતો.
આપણ વાંચો: આત્મહત્યાની ઘટનાઓ સતત વધી! કચ્છમાં આપઘાત અને અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોત
ટ્રેન હડફેટમાં ઘટનાસ્થળે આધેડનું મૃત્યુ
ભચાઉથી વોંધ વચ્ચે રેલવે ફાટક નંબર 205 પાસે અજાણ્યા આધેડનું ટ્રેન હડફેટે આવતા ઘટના સ્થળે જ મોત થયું હતું. ગાંધીધામ-કંડલામાં અકસ્માતની ઘટના બની હતી.
જેમાં ગાંધીધામના કિડાણામાં રહેનાર મુસા ચાવડા નામનો યુવક કંડલા સેઝમાં કામ અર્થે ગયો હતો. ભીના માર્ગ પર તેનું મોપેડ સ્લીપ થતાં ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અકસ્માતના આ બનાવ અંગે અબુભખર નૂરમામદ ચાવડાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.