ભુજ

કચ્છમાં સેકન્ડ સમર ગણાતા ઓક્ટોબર મહિનાનો અંગ દઝાડતો આતંક: ઘણા શહેરોમાં ગરમીનો પ્રકોપ

ભુજઃ સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ સતત વધી રહેલી ગરમીએ કુદરતે ઋતુચક્રની કરેલી ગોઠવણીને માઠી અસરો પહોંચાડી છે ત્યારે આ વર્ષે આસો મહિનો પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે, દિવાળીના મહાપર્વનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે તેવામાં આ રણપ્રદેશમાં એપ્રિલ-મે મહિનામાં પડે તેવી હિટવેવની અનુભૂતિ કરાવતી અકળાવનારી ગરમીના કારણે ભુજ સહિત રણપ્રદેશ કચ્છના કંડલા સહિતના મથકોએ રાજ્યના સૌથી ગરમ ઉષ્ણમથકોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનાને ‘સેકન્ડ સમર’ તરીકે હવામાન શાસ્ત્રીઓ ઓળખે છે તેથી આ મહિનો ભારે ગરમી લઈને આવ્યો છે. ભુજમાં સર્વાધિક ૩૮.૬ ડિગ્રી અને પરોઢિયે ૨૪ ડિગ્રી સે. જેવાં તાપમાન રહેતાં આ બંને વચ્ચે ૧૬ ડિગ્રી સે. જેટલો મોટો તફાવત રહેતાં હવામાનમાં લોકલ ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યાં છે.

હવામાં ભેજ પણ વધી રહ્યો છે જેનું સૂર્યના તાપથી બાષ્પીભવન થવાના કારણે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. નવરાત્રિ પૂર્ણ થઇ અને દિવાળી નજીક આવી રહી છે ત્યારે ઉનાળા જેવા તાપથી લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે.

શરદઋતુમાં પણ ઠંડીને બદલે વરસાદ, ગરમી અને વાવાઝોડાની આગાહીઓ વચ્ચે દિવાળીના જૂના સંસ્મરણોને વગોળતાં ભુજના ૭૮ વર્ષના વડીલ હરીશભાઈ અંજારિયાએ જણાવ્યું હતું કે, વહેલી સવારે દેવસ્થાનોમાં થતી અદભુત મંગળા આરતીમાં શાલ અથવા સ્વેટર પહેરીને જવું પડતું પરંતુ આ વર્ષે તો જાણે ચૈત્ર માસ ચાલતો હોય એવી સખત ગરમી અનુભવાઈ રહી છે.

આપણ વાંચો: કચ્છી ચોવક ઃ ભાગ્ય પ્રમાણે ભોગવે જ છૂટકો!

સામાન્ય રીતે નવરાત્રી અને શરદપૂર્ણિમા બાદ ગુલાબી ઠંડક અને ઝાકળ વર્ષાનું આગમન થઇ જતું હોય છે પરંતુ આ વર્ષે જોઈએ તેટલી ઝાકળવર્ષા નથી જેની અસર ગુલાબના ઉત્પાદન પર થતી જોવા મળી રહી છે.

હાલ દિવાળીની આડે માત્ર ચાર દિવસ જેટલો ટૂંકો સમય બાકી છે ત્યારે ગરમીથી ત્રસ્ત બનેલા લોકો ખરીદી માટે ઓનલાઇન શોપિંગ પોર્ટલ્સ અથવા સેન્ટ્રલી એરકંડીશન્ડ મોલમાં ખરીદી માટે જવાનું પસંદ કરી રહ્યા છે. તેમાંય આ વર્ષે ભુજ શહેરમાં સાતથી વધુ નવા શોપિંગ મોલ્સ શરૂ થતાં આ કિલ્લેબંધ શહેરની પરંપરાગત બજારોમાં ખરીદીનો કોઈ ઉત્સાહ હાલ જણાતો નથી.

જોકે માત્ર કચ્છ-ભુજમાં જ નહીં પરંતુ અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં પણ તાપમાનનો પારો 36 ડિગ્રી આસપાસ રહે છે. સવારે 9થી રાત્રે 9 સુધી સખત ગરમીનો અહેસાસ થાય છે. તાત્રે દસેક વાગ્યા બાદ થોડી રાહત અનુભવાઈ છે. દિવાળી સમયે દાદા વાવાઝોડાની અસરની આગાહીઓ વચ્ચે લોકો થોડા ચિંતિત પણ છે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker