કચ્છને ધ્રુજાવે છે ભૂકંપ: દુધઈ નજીક ૨.૬ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો
ભુજઃ સૌરાષ્ટ્ર-કચ્છની ધરતીના પેટાળમાં અવિરત રહેલી સીસ્મિક એક્ટિવિટીએ લોકોની ચિતા વધારી છે.
સરહદી કચ્છના ભચાઉ તાલુકાના દુધઈ નજીક નાગપંચમીના સપરમા દિવસે ૨.૬ની તીવ્રતા ધરાવતા ધરતીકંપના આંચકાઓએ કચ્છની ધરાને ધ્રુજાવતાં ફફડાટ ફેલાયો છે.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે શુક્રવારના બપોરના ૧ અને ૪૯ કલાકે દુધઈથી ૧૪ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ પર ભેદી અવાજ સાથે ૨.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
આંચકાની તીવ્રતા કેન્દ્રબિંદુ આસપાસના વિસ્તારોમાં વિશેષ અનુભવાઈ હતી.
આ પણ વાંચો: માંડવીના ભાજપના નગરસેવક અને અખિલ કચ્છ ઓઢેજા સમાજના પ્રમુખ પર સરાજાહેર જીવલેણ હુમલો
નોંધનીય છે કે, કચ્છની અશાંત ધરાને સતત ધ્રુજાવી રહેલા ભૂકંપના આંચકાઓના કેન્દ્રબિંદુ વાગડ ફોલ્ટલાઇનની આસપાસના જ રહ્યા છે જેમાં ભચાઉ, ફતેહગઢ,રાપર,કરમરીયા અને પ્રાચીન નગર ધોળાવીરાનો, ઉપરાંત સૌરાષ્ટ્રના ઉના અને ઉપલેટાનો પણ સમાવેશ થાય છે.