
ભુજ: ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર બાદ ગઈકાલે શ્રીનગર પહોંચ્યા હતા તેની બાદ આજે ભૂજ એરબેઝ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે સૈન્ય જવાનો સાથે મુલાકાત કરી હતી. તેની બાદ સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરથી ભારત ગર્વ અનુભવે છે. આપણે દુશ્મન દેશની ધરતી પર જઇને મિસાઇલ ફેંકી છે. જેની ગુંજ માત્ર દુશ્મન દેશમાં જ નહીં આખી દુનિયામાં સંભળાઇ છે. રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતની બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા છે.
આઇએમએફે પાકિસ્તાનન આપેલા ફંડ પર સવાલ ઉઠાવ્યા
આ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહે આઇએમએફે પાકિસ્તાનન આપેલા ફંડ પર સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું કે પાકિસ્તાન આ ફંડથી આતંકી ઢાંચો બનાવશે તેવુ લાગી રહ્યુ છે. પાકિસ્તાન અને આતંકનો નજીકનો સંબંધ છે. પાકિસ્તાન આતંકવાદના નશામાં છે. રાજનાથ સિંહે જણાવ્યુ કે ભારત હવે વિદેશી હથિયારો પર નિર્ભર નથી. આપણા સ્વદેશી હથિયારોએ પોતાની તાકાત બતાવી દીધી છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર શૌર્યનું પ્રતીક છે. તેમજ હાલ યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે. જો પાકિસ્તાન તેનું ઉલ્લંઘન કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરની મુલાકાત લીધી હતી અને સૈન્ય જવાનોને સંબોધિત કર્યા હતા. રાજનાથ સિંહે શ્રીનગરથી પાકિસ્તાનને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત વિરોધી અને આતંકવાદી સંગઠનોને આશ્રય આપવાનું બંધ કરે અને તેની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ થવા ન દે.
આ પણ વાંચો….રાજનાથ સિંહે સેનાના જવાનો સાથે કરી મુલાકાત, પાકિસ્તાનને આપી ચેતવણી કરી આ મોટી માંગ