કંડલા સેઝ ઝોનમાં આવેલી કપડાની ફેક્ટરીમાં લાગી આગઃ લાખો રુપિયાનું નુકસાન

ભુજ: કચ્છના ગાંધીધામ સંકુલમાં સ્થિત કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સેન્ક્ટર-2માં કાર્યરત બાબુ ઇન્ટરનેશનલ અને એક્ષપોલી નામની બે કપડાં બનાવતી કંપનીઓના એકમમાં શુક્રવારે સવારે સંભવત શોર્ટ સર્કીટથી ભીષણ આગ ફાટી નીકળતાં પ્રશાશનમાં ભારે દોડધામ થઇ પડી છે અને આ લખાઈ રહ્યું છે ત્યારે આગ ઠારવા માટેની કપરી કામગીરીમાં ખાનગી એકમના બે ફાયર ફાઈટર અને મહાનગર પાલિકા હસ્તકના ફાયર બ્રિગેડના ચાર વાહન મળીને કુલ છ અગ્નિશમન વાહનો જહેમત ઉઠાવી રહ્યા છે
કર્ણાટકના ઉદ્યોગપતિની યુનિફોર્મ સહિતના કપડા બનાવતી કંપનીના એક એકમમાં શરૂ થયેલી આગે બાજુમાં આવેલી બીજી ફેક્ટરીને પણ પોતાની ચપેટમાં લીધી હતી. ભયાનક આગને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આપણ વાંચો: તુર્કીના સ્કી રિસોર્ટમાં ભીષણ આગ, મૃતકોની સંખ્યા 75ને પાર
લાખો રૂપિયાનું નુકસાન
અગ્નિશમન વિભાગની ટુકડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હજુ ચાલુ છે. પ્રાથમિક અંદાજ મુજબ આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે, જો કે સદ્ભાગ્યે કોઈ જાનહાનીના વાવડ મળ્યા નથી.