પતિ-પુત્રની ગેરહાજરીમાં વહુએ સાસુને માર મરતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને…

ભુજઃ સરહદી કચ્છના બંદરીય મુંદરામાં કળિયુગી પુત્રવધૂએ સાસુને ઢોરમાર માર્યા હોવાનો બનાવ બહાર આવતાં પંથકમાં ચકચાર પ્રસરી છે.
આ પણ વાંચો..ભુજ પોલીસદળ કૉમ્બિંગ કરતું હતું અને મળી ગયો આરોપીઃ જાણો વિગતવાર
મૂળ હરિયાણા હાલે મુંદરા શહેરની ક્રિષ્ણા સોસાયટીમાં રહેતાં ૬૫ વર્ષીય સુમન વેદપ્રકાશ શર્માએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના હરિયાણા ખાતે કામસર ગયેલા પતિની તબિયત લથડતાં સારવાર માટે તેમનો પુત્ર નવીન પણ હરિયાણા ગયો હતો.
સાસુ અને પુત્રવધૂ મનીષા ઘરે એકલાં હતાં, ત્યારે મનીષાએ નવીન તેને એકલી મૂકી તેના પિતા માટે હરિયાણા શા માટે જતો રહ્યો છે, તેમ કહી સાસુ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ વૃદ્ધ સાસુને ઢોરમાર મારી, કોઇને આ અંગે વાત કરી તો તારા આખા પરિવારને ખોટા કેસમાં ફસાવી દઇશ તેવી ધમકી આપી હતી.
આ પણ વાંચો..કચ્છમાં બનેલી ખગોળીય ઘટનાથી સર્જાયું કુતુહલ: લોકો બ્રહ્નમુહુર્તે જાગ્યા…
જોકે પુત્રવધુના રૌદ્ર રૂપથી ડર્યા વિના ફરિયાદીએ પતિ અને પુત્રને ઝઘડા અંગે માહિતગાર કર્યા હતા. પિતા-પુત્રની સમંતિ મેળવ્યા બાદ સુમન શર્માએ મનીષા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે પુત્રવધુ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.