અંજારમાં છ વર્ષની બાળકી પર દીવાલ પડતા થયું મોત
ભુજ: પૂર્વ કચ્છમાં અપમૃત્યુની સામે આવેલી ઘટનામાં એક છ વર્ષની માસુમ બાળકીનું અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી ગઈ છે.
આ અંગે પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, અંજાર શહેર મધ્યેના ઓમ નગરમાં કરુણાંતિકા બની હતી. જેમાં સવારના દસેક વાગ્યાના અરસામાં કમલેશ માતંગનું મકાન તોડવાનું કામ ચાલતું હતું. દરમિયાન જેસીબી મશીન લાવવામાં આવ્યું હતું અને મકાનની ભારેખમ દીવાલ તોડવાનું કામ ચાલી રહ્યું હતું.
આપણ વાંચો: કચ્છમાં અપમૃત્યુના બનેલા વિવિધ બનાવોમાં ત્રણના મોત
અહીં નજીકમાં અન્ય બાળકો સાથે ચોર-પોલીસ રમત રમી રહેલી શહેરના ખત્રી ચોકમાં રહેતી છ વર્ષીય રાધિકા સુભાષ મહીડા નામની બાળા પર દીવાલ પડતા ગંભીર ઇજાઓથી તેનું તત્કાળ મોત નીપજતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. હાલ આ બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધીને પોલીસ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.