મલેશિયાની પેલિકન નેચરલ ક્લ્બ દ્વારા કચ્છમાં વસવાટ કરતા જળચરોની વસ્તી ગણતરી હાથ ધરાઈ

ભુજઃ એશિયન વેટલેન્ડ બ્યૂરો કુઆલાલંપુર મલેશિયાના મુખ્ય મથકથી દર વર્ષે એશિયા ખંડના જળાશયો પર વસવાટ કરનારા જળચર પક્ષીઓની વસ્તીની ગણતરી કરવામાં આવતી હોય છે. આ કાર્યક્રમ ૧, ૯૮૭ની સાલથી ચાલતો આવ્યો છે. પેલિકન નેચર કલબ શરૂઆતથી જ જળચરોની વસ્તી ગણતરીમાં જોડાયેલી હોઇ આ વરસે કલબ દ્વારા આગવી જૈવિક વિવિધતા ધરાવનારા કચ્છનાં ૭૦ જેટલાં જળાશયોની મુલાકાત લઇ કુલ્લ ૧૪, ૩૫૧ જેટલાં પક્ષીની નોંધ થઇ છે.
૪૦ જાતના પક્ષીઓ આ ગણતરી દરમ્યાન જોવા મળ્યા છે. ગત ચોમાસામાં વરસેલા સારા વરસાદને પગલે જળચર પક્ષીની ગણતરીમાં ૧૪, ૩૫૧ જેટલા જળચર પક્ષીની નોંધ પેલિકન નેચર ક્લબના સભ્યોએ મુલાકાત લઇ કરી હતી. માંડવીના દરિયા કિનારે શિયાળો ગાળવા આવતા સિગલ પક્ષીઓ-ધોમડાની ૩ જેટલી જાતના ૧૦, ૦૦૦થી વધુ સંખ્યામાં આ ગણતરીમાં જોવા મળ્યા હતા. અલબત્ત ગજપાંઉ'
ભગતડાં’ અને ટીટોડી'ની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.
જળાશયો સારા વરસાદને લીધે છલોછલ પાણીથી ભરેલાં હોવા છતાં પક્ષીઓ ખૂબ જ ઓછા નોંધાયા હતા. વધુ વરસાદથી જળાશયોમાં પક્ષી વેચાઇ ગયા હોય તેવું તારણ પક્ષી નિરીક્ષક ટીમે નોંધ્યું હતું. કચ્છના શણગાર સમા નાના ફ્લેમિંગો ૧૬૬, ગ્રેટર ફલેમિંગો ૨૯૫ જ દેખાયા, બની શકે કે આ પક્ષીઓ રણમાં કયાંક બચ્ચાં ઉછેરવા રોકાયા હોવાનું તારણ સર્વે કરવા આવેલી ટીમના એક સભ્યએ કાઢ્યું હતું. આ વરસના ત્રણ ચાર માસનાં બચ્ચાં પણ જોવા મળતાં હતાં. જે સફળ પ્રજનની એક સારી નિશાની છે. પરદેશી પ્રવાસી કુંજ પક્ષી પણ ૨, ૩૪૨ જેટલા જ દેખાયા હતા. જેટલો વધુ વરસાદ એટલાં ઓછા પક્ષી તેવું તારણ નીકળી શકે.
આ પણ વાંચો: કચ્છમાં આવેલા મરિન નેશનલ પાર્કના પિરોટન ટાપુ નજીક ડોલ્ફીનનો જમાવડોકચ્છમાં ભાગ્યે જ દેખાતી રૂપાળી બતક
કોમન સેલડક’ વંગના સીમતળાવમાં જોવા મળી હતી. આ બતક આ વરસ દરમ્યાન ડો. ફોટાગ્રાફરની ટીમે વંગ તળાવની હદમાં જોઈ હતી. કચ્છનાં જળાશયો અને બન્નીની ઢંઢમાં મુલાકાતે આવતી પરદેશી અને દેશી બતકોનો જમાવડો કયાંય જોવા મળ્યો નહોતો જે એક આશ્ચર્યની વાત છે. પેલિકન નેચર કલબના પ્રમુખ નવીનભાઇ બાપટ,મંત્રી જયસિંહ પરમાર,શાંતિલાલ વરૂ,સુબોધચંદ્ર હાથી, ઇબ્રાહીમ દરવડિયા, મહેન્દ્ર ટાંક સહિતનાઓ આ કાર્યમાં જોડાયા હતા.