કચ્છના સાગર કિનારે કન્ટેનરોની ભરતી યથાવત! ફરી ત્રણ મહાકાય કન્ટેનર ટેન્ક તણાઈ આવ્યાં | મુંબઈ સમાચાર

કચ્છના સાગર કિનારે કન્ટેનરોની ભરતી યથાવત! ફરી ત્રણ મહાકાય કન્ટેનર ટેન્ક તણાઈ આવ્યાં

અબડાસાના કમડ, સુથરી અને ખુવડાના દરિયાકાંઠે એક સાથે ત્રણ કન્ટેનર ટેન્ક તણાઈને કિનારે આવ્યા

ભુજઃ પશ્ચિમ કચ્છની સંવેદનશીલ જળસીમાને અડકીને આવેલા સમુદ્ર કાંઠેથી પાછલા એક સપ્તાહથી મહાકાય કન્ટેઇનરો તણાઈ આવ્યા હોવાની સતત પાંચમી રહસ્યમયી ઘટના દેશના સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યા પ્રકાશમાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, અબડાસાના કમડ, સુથરી અને ખુવડાના સાગર કિનારે એકસાથે ત્રણ જેટલી મહાકાય કન્ટેનર ટેન્ક તણાઈ આવ્યા હોવાના સમાચાર મળ્યાં છે. આ સમગ્ર મામલે જાણ થતા કસ્ટમ, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ તપાસમાં શરૂ કરી દીધી છે.

એક સપ્તાહમાં 7 મોટા કન્ટેનર કિનારે તણાઈ આવ્યા

છેલ્લા એક સપ્તાહમાં પશ્ચિમ કચ્છના સાગર કિનારે તણાઈને આવેલા મહાકાય સાત કન્ટેનર ટેન્ક હજુ રફ બનેલા દરિયાઈ પાણીમાં જ તરી રહ્યા છે. કારણ કે, અહીં મોટી ક્રેન જેવી હેવી મશીનરી પહોંચી શકે તેમ ન હોવાથી જેને કાંઠા પર લાવવા માટે સુરક્ષા એજન્સીઓ મથામણ કરી રહી છે. અલબત્ત આ કન્ટેનરોની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાવામાં આવ્યો છે.

જૂન મહિનામાં એક જહાજ દરિયામાં ડૂબી ગયું હતુ

ખાસ કરીને વાત કરવામાં આવે તો, અરબી સમુદ્ર આંતરરાષ્ટ્રીય માલવાહક જહાજોનો ઓમાન, દુબઈ અને ગલ્ફ દેશો અને ખાડી દેશોને જોડતો જળમાર્ગ હોવાથી અહીં મોટી માત્રામાં જહાજોની આવનજાવન રહેતી હોય છે. ગત જૂન મહિનામાં ઓમાન પાસે એક જહાજે દરિયામાં જળસમાધિ લીધી હતી, શક્ય છે કે એ જહાજના કંટેનરો ભારતીય જળસીમામાં તણાઈ આવતા હોય તેવું શક્ય હોઈ શકે છે! આવું કોઠારા પોલીસનું કહેવું છે. જો કે, આ મામલે ચોક્કસ માહિતી પ્રકાશમાં નથી આવી. કારણ કે, કન્ટેનરની તપાસ કરવામાં આવી રહી છે.

આપણ વાંચો:  બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા રાજકારણ ગરમાયું, દિનુ મામાએ કોને ફેંક્યો પડકાર?

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button