કચ્છમાં બે કરુણ ઘટના: મુંદરામાં 25 ફૂટની ઊંચાઈએથી પટકાતાં પરપ્રાંતીય શ્રમજીવીનું મોત, ભચાઉમાં યુવકની આત્મહત્યા | મુંબઈ સમાચાર
ભુજ

કચ્છમાં બે કરુણ ઘટના: મુંદરામાં 25 ફૂટની ઊંચાઈએથી પટકાતાં પરપ્રાંતીય શ્રમજીવીનું મોત, ભચાઉમાં યુવકની આત્મહત્યા

ભુજ: કચ્છના મુંદરા તાલુકાના ગુંદાળા ખાતે આવેલી એક કંપનીમાં વેલ્ડિંગનું કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના સુભાન મહેરબાન ઉર્ફે દિલાવર અયુબ ગાડે (ઉંમર વર્ષ 22) નામના શ્રમજીવી યુવકનું ઊંચાઇએથી નીચે પટકાવાથી મોત થયું હતું. શ્રમજીવી યુવકનુ મોત થયા તેના પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. એટલું જ નહીં, પરંતુ ભચાઉમાં એક આત્મહત્યાની ઘટના પણ પ્રકાશમાં આવી છે. જયારે ભચાઉ તાલુકાના હજિયાવાંઢમાં રહેનાર દેવા કાયા કોળી (ઉંમર વર્ષ 24) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યયું છે.

સારવાર મળે તે પહેલા જ સુભાનનું મોત થઈ ગયું

આ સમગ્ર બાબતે વિગતો આપતા પોલીસ જણાવ્યું કે, ગુંદાલાની ગ્રેવિટા નામની કંપનીમાં વેલ્ડિંગનું કામ કરતા હતભાગી સુભાનનો અકસ્માતે પગ લપસતાં તે અંદાજે 25થી 30 ફૂટની ઊંચાઈએથી સીધો નીચે પટકાયો હતો. 25થી 30 ફૂટની ઊંચાઈએથી પટકાયો હોવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, સુભાને સારવાર અર્થે હોસ્પિટલ ખેસડવામાં આવે તે પહેલા જ તેણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા. બનાવ અંગે પ્રાગપર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી દીધી છે.

ભચાઉના હજિયાવાંઢમાં એક યુવકે આત્મહત્યા કરી

બીજી ઘટનાની વાત કરવામાં આવે તો, ભચાઉના હજિયાવાંઢમાં એક યુવકે પોતાની જીવન લીલા સંકેલી છે. હજિયાવાંઢમાં રહેતા દેવા કોળી નામના યુવકે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. દેવા કોળીનો મૃતદેહ પીરવાળા ખેતરની બાજુમાં પીલુના ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ત્રણ મહિનાની માસૂમ દીકરીના પિતા એવા આ યુવકે શા કારણે આત્મહત્યા કરી તે અંગે કોઈ જાણકારી મળી નથી. આ સમગ્ર ઘટનાની હકીકત જાણવા લાકડિયા પોલીસે તપાસ હાથ ધરી હતી.

આપણ વાંચો : પ્રેમમાં પાગલ પાકિસ્તાની પ્રેમી પંખીડા ૪૦ કિમી ગોઠણડૂબ પાણી પાર કરીને કચ્છ પહોંચ્યા! સુરક્ષા એજન્સીઓ હરકતમાં.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button