ભુજ

ભચાઉના જડસા નજીક 51 ઇંચની દેશી બંદૂક સાથે એક વ્યક્તિ ઝડપાયો

ભુજઃ પાકિસ્તાનને અડીને આવેલા રણપ્રદેશ કચ્છના સીમાવર્તી ગામોમાં નાપાક પ્રવૃતિઓ ઉપરાંત વન્યપ્રાણીઓની શિકારી પ્રવૃત્તિ સતત વધી રહી છે અને અવારનવાર કચ્છના સંવેદનશીલ વિસ્તારોમાંથી મારક હથિયારો પકડાતાં રહે છે.

આ દરમિયાન હવે ભચાઉ તાલુકાના જડસા નજીક લોડેડ દેશી બંદૂક સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ કરીને તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

આપણ વાચો: દિલ્હી પોલીસે હથિયારોની તસ્કરીના રેકેટનો કર્યો પર્દાફાશ: જાણો કોણે મંગાવ્યા હતા પાકિસ્તાનથી હથિયાર…

51 ઈંચની દેશી બંદુક સાથે ભરત નારણ કોળીની ધરપકડ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, કંથકોટથી જડસા તરફ જતા માર્ગ પર પસાર થઇ રહેલા શખ્સ પાસે ગેરકાયેદેસર રીતે બંદૂક હોવા અંગેની પૂર્વ બાતમીના આધારે પોલીસે રૂપિયા 5000ની 51 ઈંચની દેશી બંદુક સાથે ભરત નારણ કોળીની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનને અડીને આવેલા કચ્છમાં અને ખાસ કરીને અબડાસા, લખપત, રાપર જેવા સરહદી વિસ્તારોમાં મારક હથિયારો આવે ક્યાંથી છે? એ જાણવા સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરવી જોઈએ તેવો સુર જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button