નવરાત્રિ પહેલાં કચ્છ પોલીસને મળી મોટી સફળતા: અબડાસામાં બંદૂક અને જીવતા કારતુસ સાથે એક શખસ ઝડપાયો | મુંબઈ સમાચાર
ભુજ

નવરાત્રિ પહેલાં કચ્છ પોલીસને મળી મોટી સફળતા: અબડાસામાં બંદૂક અને જીવતા કારતુસ સાથે એક શખસ ઝડપાયો

ભુજઃ નવરાત્રિ-દિવાળીના મહાપર્વોને અનુલક્ષીને ભારતની વિવિધ સુરક્ષા એજન્સીઓ અત્યારે હાઈ એલર્ટ પર રહીને તપાસ કરી રહી છે. આ દરમિયાન કચ્છના અબડાસા તાલુકાના ખીરસરા વિંજાણ ગામના મામદ ઇલ્યાસ ઓસમાણ ગની હિંગોરા નામના વ્યક્તિને કોઠારા પોલીસે દેશી બંદૂક અને જીવતાં કારતુસ સાથે ઝડપી પાડ્યો છે.

પોલીસે આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

આ અંગે કોઠારા પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનડી જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું કે, પેટ્રોલિંગ દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. જેથી ખીરસરા વિંઝાણ ગામની પ્રાથમિક શાળા પાસેથી આરોપીને રૂપિયા 2000ની કિંમતની દેશી બનાવટની બંદૂક, 12 જેટલા જીવતા કારતુસ અને દારૂગોળાના પાવડર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તે આરોપી સામે આર્મ્સ એક્ટ અને હથિયાર બંદી જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી હતી.

આ પણ વાંચો : કચ્છમાં ડિજિટલ અરેસ્ટ: પહલગામ હુમલામાં સંડોવણીના નામે વૃદ્ધ પાસેથી ₹૧૭.૪૪ લાખની ઠગાઈ

આરોપી પાસે બંદૂક અને જીવતા કારતુસ ક્યાંથી આવ્યાં?

વધારે વિગતે વાત કરવામાં આવે તો, કચ્છના આ સંવેદનશીલ વિસ્તારમાંથી મારક હથિયાર ઝડપાતાં પોલીસે આ પ્રકરણની ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. થોડા સમય બાદ નવારાત્રિ અને બાદમાં દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા હોવાથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પાસે આ દેશી બંદૂક અને જીવતા કારતુસ ક્યાંથી આવ્યાં તેની પણ તપાસ કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું છે.

આ પણ વાંચો : અંજાર-મુંદરા રોડ પર ટ્રકનું ટાઈર ફાટતા સર્જાઈ દુર્ઘટના, શ્રમિક મહિલાનું મોત દિકરી ગંભીર

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button