ભુજ

રાપરના ગેડી નજીક કેનાલમાં એક સગીર સહીત ચાર ડૂબ્યા, બેના મોત

ભુજઃ કચ્છ માટે જીવાદોરી સમાન નર્મદા કેનાલ ફરી ગોઝારી નીવડી હોય તેમ સીમાવર્તી વાગડ વિસ્તારમાં કેનાલમાં ઉતરેલા ચાર પૈકી બે લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં. કેનાલમાં ડૂબેલા બે લોકોની સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

આ ગોઝારી ઘટનાની સોમવારની બપોરે રાપર તાલુકાના ગેડી થાનપર વચ્ચેના શકટિંગર વિસ્તારમાં આવેલી વાડીમાં ખેત મજૂરીનું કામ કરતા મૂળ રાજસ્થાનના શ્રમજીવી પરિવારનો સગીર આ વિસ્તારમાંથી વહેતી કેનાલમાં અગમ્ય કારણોસર ખાબક્યો હતો.

આપણ વાંચો: બિહારમાં જીતિયા વ્રત માટે નદીમાં સ્નાન કરવા ગયેલા 41 લોકોના ડૂબી જવાથી મોત

આ સગીરને બચાવવા અન્ય પરિવારજને કેનાલમાં ઝંપલાવી દીધું હતું. જો કે બંને જણ કેનાલમાં ગરક થઇ જતાં તેમના અન્ય સ્વજન પણ તેમને બચાવવા માટે કૂદી પડયા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા લાપતા બે વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે શું કહ્યું

રાપર પી.આઇ જે.બી.બુબડીયાએ જણાવ્યું કે, શેરસિંગ બાબુભાઇ અને અનુજા કલુખાન જોગીના મૃતદેહો એકાદ કલાકની શોધખોળ બાદ મળી આવ્યા હતા. જ્યારે લાપત્તા શબીર કલુખાન જોગી અને સરફરાજ મોસમ જોગીની શોધખોળ ચાલી રહી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button